કોંગ્રેસના નેતાનું દર્દ: ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું
એકવારને બાદ કરતાં, મને ક્યારેય રાહુલ ગાંધી સાથે સાર્થક વાત કરવાની તક આપવામાં નથી આવીઃ મણિશંકર ઐયર
નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા મણિશંકર ઐયરે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અયૈરે ગાંધી પરિવારના ત્રણેય દિગ્ગજો સાથે ક્યારે શું વાતચીત થઈ તે વિશે પણ પોતાની વાત કહી હતી. આ દરમિયાન અયૈરે કહ્યું કે, મારી કારકિર્દી ગાંધી પરિવારે બનાવી અને તેઓએ જ બગાડી.
મણિશંકર ઐયરે કહ્યું કે, આ પ્રસંગને બાદ કરીને મારી રાહુલ ગાંધી સાથી સીમિત અને સાર્થક વાતચીત થઈ હતી અને મેં ફક્ત બે વાર જ પ્રિયંકા ગાંધી સાથે વાતચીત કરી છે.
૧૦ વર્ષો સુધી મને સોનિયા ગાંધીને આમને-સામને મળવાની તક ન આપવામાં આવી. એકવારને બાદ કરતાં, મને ક્યારેય રાહુલ ગાંધી સાથે સાર્થક વાત કરવાની તક આપવામાં નથી આવી. મેં બેથી વધુ વખત પ્રિયંકા સાથે પણ વાત નથી કરી. તે મારા સાથે ફોન પર વાત કરતી હતી, તેથી હું તેના સંપર્કમાં છું. તેથી, મારા જીવનની વિડંબના છે કે, મારી રાજકીય કારકિર્દી ગાંધી પરિવારે બનાવી અને ગાંધી પરિવારે જ બગાડી.
મણિશંકર અયૈરે ૨૦૧૨નો સમય યાદ કર્યો, જ્યારે સોનિયા ગાંધી બીમાર પડી ગયાં અને મનમોહન સિંહને છ બાઇપાસ સર્જરીથી પસાર થવું પડ્યું. તેઓએ કહ્યું કે, પાર્ટીએ મનમોહન સિંહની બદલે પ્રણવ મુખર્જીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હોત અને બાદમાં તેમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હોત, તો કોંગ્રેસને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આવી અપમાનજનક હારનો સામનો ન કરવો પડત.
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ વધુમાં કહ્યું કે, તમે જુઓ ૨૦૧૨માં અમારા માટે બે મુશ્કેલી આવી પડી. પહેલુંઃ સોનિયા ગાંધી બહુ બીમાર થઈ ગયાં અને ડૉ. મનમોહન સિંહને છ બાઇપાસ સર્જરીથી પસાર થવું પડ્યું, તેથી અમે સરકારના વડા અને પાર્ટીના વડાના રૂપે અપંગ થઈ ગયાં. જો ડૉ. મનમોહન સિંહ રાષ્ટ્રપતિ બની ગયા હોય અને પ્રણવને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત, તો પણ મને લાગે છે કે, અમે ૨૦૧૪ (લોકસભા ચૂંટણી) હારી ગયા હોત, પરંતુ એ હાર આવી અપમાનજનક ન હોત.
અયૈરે યાદ કર્યું કે, જ્યારે મેં સોનિયા ગાંધીને એકવાર મેરી ક્રિસમસની શુભકામના આપી, ત્યારે તેઓએ કહ્યું કે, હું ઈસાઈ નથી. સ્વાભાવિક રીતે હું એકદમ ચોંકી ગયો. પરંતુ, મને લાગતું કે, તે પોતાને ઈસાઈ નથી માનતી. જેમ હું પોતાને કોઈ વિશેષ ધર્મ સાથે સંબંધિત નથી માનતો. હું નાÂસ્તક છું અને હું આ કહેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. પરંતુ
, નાÂસ્તક હોવાનો અર્થ એ નથી કે, હું ધર્મોનું અનાદર કરૂ છું. તેનો અર્થ છે કે, હું તમામ ધર્મોનું સમાન રૂપે સન્માન કરૂ છું. મણિશંકર અયૈરે એક પૂર્વ રાજદ્વારી છે, જેણે ભારતીય વિદેશ સેવામાં કામ કર્યું છે. તેઓએ ૧૦, ૧૩ અને ૧૪મી લોકસભામાં તમિલનાડુના મયિલાદુથુરાઈ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને રાજ્યસભાના નામાંકિત સભ્ય પણ હતાં.