Western Times News

Gujarati News

જેસલમેરમાં 160 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન પૂરી કરી WRના સિનિયર અધિકારી સચિન શર્માએ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી શ્રી સચિન શર્મા (IRTS 2008) એ 14 થી 15 ડિસેમ્બર, 2024 સુધી આયોજિત પડકારજનક જેસલમેર અલ્ટ્રા મેરેથોન 2024 માં ભાગ લીધો. તેમણે પડકારજનક 160 કિલોમીટરની રેસમાં ભાગ લીધો અને તેને 23 કલાકમાં પૂરી કરી. Western Railway General manager Sec. Sachin Sharma marathon

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રીલિઝ મુજબ, શ્રી શર્માએ 15 ડિસેમ્બર, 2024 ના રોજ 160 કિમીની અલ્ટ્રા મેરેથોનને 23 કલાકમાં સફળતાપૂર્વ પૂરી કરી. શ્રી શર્માએ આ ગ્રેટ અલ્ટ્રા મેરેથોન દોડને સફળતાપૂર્વક પૂરી કરનારા પહેલા ભારતીય રેલવે અધિકારી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

આનાથી પહેલાં શ્રી શર્માએ 2022 માં 42 કિલોમીટરની લદાખ ફુલ મેરેથોન, 2023 માં 72 કિલોમીટરની ખારદુંગ લા ચેલેન્જ અને 42 કિલોમીટરની લદાખ ફુલ મેરેથોન, દક્ષિણ આફ્રિકામાં આયોજિત કૉમરેડ્સ મેરેથોન (86 કિલોમીટરઅને આ વર્ષે લદાખમાં આયોજિત સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન સિવાય દેશભરમાં કેટલીય અન્ય અલ્ટ્રા અને અન્ય મેરેથોન તથા ટ્રાયથલૉનમાં પણ ભાગ લીધો છે. પશ્ચિમ રેલવે શ્રી શર્માને આ ઉલ્લેખનિય સિદ્ધિ માટે અભિનંદન આપે છે તથા આગામી દોડમાં તેમની સફળતાની શુભેચ્છાઓ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.