Western Times News

Gujarati News

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિ: સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન

આર્ય સમાજના 150મા  સ્થાપના દિવસના અવસરે નવી દિલ્હીમાં ભારત મંડપમ – પ્રગતિ મેદાનમાં ભવ્ય સમારોહ : 

દયાનંદ સરસ્વતીજી માત્ર વેદોની મીમાંસા કરનારા ઋષિ નહોતાપરંતુ દેશમાં નૂતન સાંસ્કૃતિક યાત્રાનો પ્રકાશ પાથરનાર મહર્ષિ હતા: રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ

આર્ય સમાજે હંમેશાં શારીરિકઆધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષનો દૃષ્ટિકોણ અપનાવ્યો છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ આપણી સંસ્કૃતિ, પરંપરાઓને જીવંત રાખીને પુનર્વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જયંતિની ઉજવણીની શૃંખલામાં આજે નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ-પ્રગતિ મેદાન ખાતે ભારતના રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આર્ય સમાજની સ્થાપનાના 150મા વર્ષના આરંભ પ્રસંગે યોજાયેલા આ સમારોહમાં રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે જણાવ્યું કેસ્વાતંત્ર્ય સંગ્રામથી પહેલાં સમાજને યોગ્ય દિશા આપવા માટે મહર્ષિ દયાનંદસ્વામી વિવેકાનંદરાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેમણે વેદો અને ભારતીય દાર્શનિક પરંપરાઓ પર પ્રકાશ પાડતાં આજે તેના મહત્વ પર પણ ભાર મુક્યો હતો.

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે કહ્યું કે, 200 વર્ષ પહેલાં જ્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ ગુજરાતમાં થયો હતોત્યારે દેશમાં અંગ્રેજ શાસન હતું. તે સમય હતો જ્યારે ગુલામીની બેડીઓમાં જકડાયેલા લોકો તેમની ચેતનાને ભૂલી રહ્યા હતા. અંગ્રેજ શાસકો ભારતીય સંસ્કૃતિને ભૂલાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ભારતીયોને રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગુલામ બનાવવાના વિવિધ યોજિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેવા સમયમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ દ્વારા લોકોમાં રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસ જણાવવાનું કાર્ય કર્યું હતું.

શ્રી રાજનાથ સિંહજી એ જણાવ્યું કેમહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વેદોના મીમાંસા કરનારા ઋષિ નહોતાપરંતુ સમગ્ર દેશમાં નૂતન સાંસ્કૃતિક યાત્રાનો પ્રકાશ પાથરનારા મહર્ષિ હતા.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારતીય સાંસ્કૃતિક વારસોવૈદિક પરંપરાઓ અને આર્ય સમાજના ઐતિહાસિક યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન અને તેમના દ્વારા સ્થાપિત આર્ય સમાજના ઉદ્દેશ્યોને યાદ કરતાં કહ્યું કેઆર્ય સમાજના વિચારો ભારતના પુનર્જાગરણનો મૂળ આધાર છે. આ ગૌરવભર્યું છે કે આર્ય સમાજે હિન્દી ભાષા અને ભારતીય સંસ્કૃતિને સાચવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અત્યારના સમયમાં ભારતના આત્મનિર્ભર અભિયાન અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના રોડમૅપનું સ્વાગત કરતાં તેમણે કહ્યું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત પ્રાચીન ઋષિ-મુનિઓની પરંપરાને આગળ વધારતાં વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના 10 નિયમોમાં ઉલ્લેખિત છઠ્ઠા નિયમ ‘સંસાર પર ઉપકાર કરવો’ પર વિશેષ ભાર મુક્યો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના 10 નિયમોમાં વર્ણવેલ છઠ્ઠા નિયમ ‘સંસાર પર ઉપકાર કરવો’ પર વિશેષ ભાર મૂક્યો. તેમણે કહ્યુંઆર્ય સમાજે હંમેશા શારીરિકઆધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષના દ્રષ્ટિકોણને સ્વીકાર્યો છે. આર્ય સમાજનો હેતુ વિશ્વ બંધુત્વ અને સર્વજનના કલ્યાણનો છે. આ જ વેદોની શિક્ષા અને મહર્ષિ દયાનંદજીની  વિચારસરણી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાંજે રીતે આપણા દેશની સંસ્કૃતિપરંપરાઓ અને પરંપરાગત મૂલ્યોને જીવંત રાખી દેશ પુનર્વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છેતે આર્ય સમાજના વિચારો સાથે સુસંગત છે. આર્ય સમાજે ભારતીય રાષ્ટ્રવાદવૈદિક પરંપરાઓભારતીય વસ્ત્રો અને ખોરાક પર ગર્વ કરવાની પ્રેરણા આપી છે. આ બધું મહર્ષિ દયાનંદજીનું અનન્ય યોગદાન છે.”

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ આર્ય સમાજે રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારત’ના દ્રષ્ટિકોણનું સમર્થન કર્યું હતું.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કેઆર્ય સમાજે ન માત્ર નારી શિક્ષાને પ્રોત્સાહન આપ્યું પરંતુ અછૂતોદ્ધાર અને જાતિવાદ સમાપ્ત કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે મહર્ષિ દયાનંદજીના વિચારોનું ભવિષ્યના મહાપુરુષોએ અનુકરણ કર્યું.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે “તે સમયનાં ભારત અનેક પ્રકારની કુરુતિઓથી પીડિત હતું. વિદેશીઓની ગુલામીની જંજીરોમાં ભારતમાતા બંધાયેલી હતી. બાળવિવાહ જેવી કુપ્રથાનારીશિક્ષાનો અભાવ અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાનું અવમૂલ્યન જેવી ગંભીર ચિંતાઓના ઉકેલ માટે મહર્ષિ દયાનંદજીએ બહાદુરીપૂર્વક પગલાં લીધાં.”

મહર્ષિ દયાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદજી દ્વારા વર્ષ 1902માં ગુરુકુલ કાંગડીની સ્થાપનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કેગુરુકુલોની સ્થાપનાનો હેતુ એવો દેશભક્ત યુવા તૈયાર કરવાનો હતોજે માત્ર ભારતની સ્વતંત્રતામાં જ નહીંપરંતુ દેશની સંસ્કૃતિપરંપરાઓ અને વૈદિક મૂલ્યોને પુનર્જીવિત કરવામાં યોગદાન આપે. આર્ય સમાજે આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કેગુરુકુલ શિક્ષણ પદ્ધતિથી દેશભક્તવિદ્વાન પ્રચારકો તૈયાર થયાજેઓએ સ્વતંત્રતા સંગ્રામમાં આગવી કામગીરી કરી. ભાઇ પરમાનંદસરદાર ભગતસિંહ અને રામ પ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીઓના ઉલ્લેખ સાથે તેમણે જણાવ્યું કે આ મહાન વિભૂતિઓ માટે પ્રેરણાનો સ્ત્રોત આર્ય સમાજ હતો.

આ પ્રસંગે જ્ઞાનજ્યોતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી સુરેન્દ્રકુમાર આર્યસાર્વદેશીક આર્યવીર દળના અધ્યક્ષ શ્રી સ્વામી દેવવ્રત સરસ્વતીસર્વત્રિક આર્ય પ્રતિનિધિ સભાના વરિષ્ઠ સભ્ય શ્રી પ્રકાશ આર્યઆર્ય યુવા સમાજના અધ્યક્ષ શ્રી યોગી સૂરીદિલ્હી ભાજપના અધ્યક્ષ શ્રી વીરેન્દ્ર સચદેવાસ્વાગત સમિતિના સભ્ય શ્રી રાકેશ ગ્રોવરશ્રીમતી સુષ્મા શર્માશ્રી યોગેશ અત્રેદિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના જનરલ સેક્રેટરી શ્રી વિનય આર્યદિલ્હીની ટ્રેઝરર શ્રી વિદ્યામિત્તર ઠુકરાલ,

ચીફ પોસ્ટ માસ્ટર જનરલ (દિલ્લી સર્કલ) શ્રી કર્નલ અખિલેશકુમાર પાંડેદિલ્હીની આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ શ્રી ધર્મપાલ આર્યઆર્ય કેન્દ્રિય સભા દિલ્હીના અધ્યક્ષ શ્રી સુરેન્દ્રકુમાર રેલ્લીજનરલ સેક્રેટરી શ્રી સતીશચંદ્ર ચડ્ઢાતેમજ અનેક સામાજિક આગેવાનોમહાનુભાવો અને મોટી સંખ્યામાં આર્ય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.