વિદેશ નીતિમાં બદલાવની શરૂઆત નરસિંહ રાવે કરી હતીઃ જયશંકર
નવી દિલ્હી, વિશ્વમાં બદલાતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ નીતિમાં પણ પરિવર્તન જરૂરી હોવા પર ભાર મૂકીને વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે વિદેશી નીતિ હોવી જોઇએ. વિદેશ નીતિમાં પરિવર્તનને રાજકીય હુમલા તરીકે જોવું જોઈએ નહીં.
વિદેશ નીતિમાં ફેરફાર કરવાની નરેન્દ્ર મોદીને જરૂરિયાત ઊભી થઈ ન હતી. તેની શરૂઆત નરસિંહ રાવ સરકારે કરી હતી. નવી દિલ્હીમાં ‘ઈન્ડિયાઝ વર્લ્ડ’ મેગેઝીનના લોકાર્પણ પ્રસંગે જયશંકરે જણાવ્યું હતું કે વિદેશ નીતિમાં બદલાવ શા માટે જરૂરી છે તે માટેના ચાર મુખ્ય પરિબળો છે.
પ્રથમ એ કે ઘણા વર્ષાે સુધી નેહરુ વિકાસ મોડલ હતું. તેનાથી નહેરુ વિદેશ નીતિનો જન્મ થયો હતો. ૧૯૪૦, ૫૦, ૬૦ અને ૭૦ના દાયકામાં વિશ્વ બે મહાસત્તા વચ્ચે વહેંચાયેલું હતું. આ પછી વિશ્વમાં એક મહાસત્તા એટલે કે એક ધ્›વીય વિશ્વ બન્યું હતું. હવે આ બંને સ્થિતિ બદલાઈ ગઈ છે. આ ઉપરાંત છેલ્લાં બે દાયકામાં ખૂબ જ ઝડપથી વૈશ્વિકરણ થયું છે. તેનાથી એક દેશના બીજા દેશો સાથેના સંબંધો બદલાયા છે.
જો આપણે ટેન્કોલોજીની અસરની વિચારણા કરીએ તો વિદેશ નીતિ, રાષ્ટ્રીય ક્ષમતાઓ પર અને આપણા રોજિંદા જીવન પર ટેન્કોલોજીની અસર થઈ છે.
વિકસિત ભારતના વિઝન માટે વિકસિત ભારત માટેની વિદેશ નીતિની જરૂરિયાત હોવા પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે જો આપણે વિકસિત ભારતની મહત્ત્વકાંક્ષા રાખીએ તો ચોક્કસપણે વિકસિત ભારત માટે વિદેશ નીતિ જરૂરી છે. એક દાયકા પહેલા આપણે અગ્રણી વૈશ્વિક તાકાત તરીકે આગળ વધવાની વિચારણા ચાલુ કરી હતી. આપણે કેવી રીતે વધુ મહત્વાકાંક્ષી બનવું, કેવી રીતે આગળ વધવું તેની વિચારણા કરી હતી.SS1MS