ઝાલોદ તાલુકામાં ૧૩.૫૭ કરોડ ના ખર્ચે ૨૦ કામોનુ ભુમિપૂજન કરતા જશવંતસિંહ ભાભોર
દાહોદ : દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં રૂ/-૧૩.૫૭ કરોડના ખર્ચે કુલ ૨૦ કામોનુ ભુમિપૂજન દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય આદિજાતી રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યુ હતું.
તદનુસાર ડુંગરી ગ્રામ પંચાયત ભવન નુ રૂ/- ૧૮.૦૦ લાખના ખર્ચે, વાંકોલ ગામે મુખ્ય રસ્તાથી ભુરીયા કલુભાઇ દેવલાભાઇના ઘર થઇ વાંકોલ પાટડીયા ફળીયા માછણ નદીને જોડતા રૂ/- ૧૦૨.૭૬ લાખના ખર્ચે ૨ કિ.મીની લંબાઇના રસ્તાનુ, મુણધી-૨ પ્રાથમિક શાળાના ૧.૫૦ કિ.મી.ના રસ્તાનુ, થાળા લીમડી ગામે મુખ્ય રસ્તાથી તળાવ ફળીયા થઇ મુણધા સાંસદ આદર્શ ગામને જોડતા રૂ/- ૮૬.૧૭ લાખના ખર્ચે ૨ કિ.મી રસ્તાનું, બીલવાણી બોરવાણી રૂ/- ૩૭.૮૪ લાખના ખર્ચે ૧.૬૦ કિ.મીની લંબાઇના રોડનુ, સુથારવાસા ગ્રામ પંચાયત ભવનનું રૂ/- ૧૮ લાખના ખર્ચે બાંધકામ, મોટી હાંડી ગ્રામ પંચાયત ભવનનુ રૂ/- ૧૪ લાખના ખર્ચે બાંધકામ, મીરાખેડી ગ્રામ પંચાયત ભવનનુ રૂ/- ૧૮ લાખના ખર્ચે બાંધકામ, લીમડી ગામે શીતળા માતા મંદિરથી સીમલીયા ગામે મોટા પાડલા ફળીયા થઇ માછણ નદીને જોડતા રૂ/- ૧૭૪.૮૧ લાખના ખર્ચે ૪ કિ.મીની લંબાઇના રસ્તાનુ, ૧૮ લાખના ખર્ચે મુંડાહેડા ગ્રામ પંચાયત ભવનનુ, મલવાસી ગ્રામ પંચાયત ભવનનું, રળીયાતી ગુર્જર ગામે મુખ્ય રસ્તાથી કોમી બાબાના મંદિર થઇ કટારા ફળીયાને જોડતા રૂ/- ૧૫૭.૫૭ લાખના ખર્ચે ૩ કિ.મી લંબાઇના રસ્તાનુ,
શારદા ગામે મુખ્ય રસ્તાથી તાજસીંગભાઇ ડામોરના પટેલ ફળીયાને જોડતા. રૂ/- ૮૯.૩૬ લાખના ખર્ચે ૨ કિ.મીની લંબાઇના રસ્તાનુ, ફુલપુરા ગામે ટીમાચી મુખ્ય રસ્તા થી શિવશક્તિ અનાસધામ ઉજ્જડ ભોયરા મંદિરને જોડતા રૂ/- ૪૬.૯૧ લાખના ખર્ચે ૧.૨૦ કિ.મીની લંબાઇના રસ્તાનુ, છાસીયા ગામે સુવર ફળીયાથી અનાસ નદી સુધીના રૂ/- ૯૭.૩૫ લાખના ખર્ચે ૧.૫૦ કિ.મીની લંબાઇના રસ્તાનુ, છાસીયા ગરાસીયા ફળીયાથી માતા ફળીયા સુધીના રૂ/- ૪૭.૯૨ લાખના ખર્ચે ૧.૫૦ કિ.મિની લંબાઇના રસ્તાનુ, મહુડી ગ્રામ પંચાયત ભવનનુ રૂ/- ૧૮ લાખના ખર્ચે બાંધકામનુ, સાંજે ૧૬.૪૫ કલાકે રૂ/- ૩૧૩.૩૩ લાખના ખર્ચે ૧ કિ.મિની લંબાઇના રસ્તાનુ, ચિત્રોડીયા માછણ પુલથી ટીટોડી નદી થઇ માંડલીખુટા રોડનુ, થેરકા ગ્રામ પંચાયત ભવનનુ રૂ/- ૧૮ લાખના ખર્ચે બાંધકામનુ, રૂ/- ૧૮ લાખના ખર્ચે ધાવડીયા ગ્રામ પંચાયત ભવનના બાંધકામનુ એમ કુલ ૧૩.૫૭ કરોડના ખર્ચે ૨૧.૩૦ કિ.મીની લંબાઇના રસ્તા સહિત અન્ય વિકાસ કામોનુ ભુમિપૂજન સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે વિવિધ ગામોમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરનું ઉમળકાભેર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ વિવિધ વિકાસ કામોના ભુમિપૂજન દરમ્યાન જીલ્લા પંચાયત પ્રમુખશ્રી યોગેશભાઈ પારગી, ધારાસભ્યશ્રી ભાવેશભાઇ કટારા, ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન નિસરતા, ફતેપુરા એપીએમસીના ચેરમેનશ્રી પ્રફુલભાઇ ડામોર, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ક્રિશ્નરાજ ભુરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, જીલ્લા પંચાયત સદસ્યશ્રી બી.ડી.વાઘેલા, અગ્રણીઓ , ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.