નબીરાઓ કારમાં બેસીને, પાન પાર્લર, ટી સ્ટોલ પર બેસીને એમડી ડ્રગ્સનું સેવન કરે છેઃ પોલીસની બાજ નજર
ન્યૂ યરની ઉજવણીમાં ડ્રગ્સ પાર્ટીને રોકવા પોલીસ મેદાનમાં
(એજન્સી)અમદાવાદ, વર્ષ ૨૦૨૪ને બાયબાય કરવામાં અને વર્ષ ૨૦૨૫ને આવકારવા માટે યુવાઓ થનગનાટ કરી રહ્યા છે તેવા સમયે શહેરમાં કોઈ શરાબ અને ડ્રગ્સની પાર્ટી ના થાય તેની સંપૂર્ણ જવાબદારી હવે પંજાબને પણ પાછળ છોડી દીધું છે. યુવાઓ એમડી, કોકેન, હેરોઈન, ગાંજો, ચરસ, કફ સિરપ સહિતના ડ્રગ્સના રવાડે ચઢીને પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે,
ત્યારે પોલીસ યુવાઓને બચાવવા તેમજ ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ક્રિસમસના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સી, ડ્રગ્સ ડીલર્સ તેમજ પેડલર્સ સહિતના લોકોને ઝડપી પાડવા માટેની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ સિવાય કોમ્બિંગ નાઈટ ગોઠવીને ડ્રગ્સ તેમજ દારૂની હેરફેરને રોકવા માટેના પ્રયાસ શરૂ કરી દેવાયા છે.
ડ્રગ્સ પર વાર એ જ પોલીસનું સાચું અભિયાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ તેમજ સુરક્ષા એજન્સી રાત દિવસ એક કરીને ડ્રગ્સ માફિયાને ઝડપી રહી છે. ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે શહેરમાં નબીરાઓ ડ્રગ્સ પાર્ટી કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.
નબીરાઓ સુધી ડ્રગ્સ પહોંચે નહીં તે માટે પોલીસ પેડલર્સને શોધી શોધીને જેલના હવાલે કરી રહી છે. થોડા દિવસ પહેલાં ડીસીપી ઝોન ૬ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ૩.૬૦૦ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે વસીમ ઉર્ફે વસિયા શેખની ધરપકડ કરી છે. વસીમ ઉર્ફે વસિયા શેખની ધરપકડ કરી છે. વસીમ ઉર્ફે વસિયો માચીસની પેટીમાં એમડી છુપાવીને રાખતો હતો. વસીમે બાપુનગર સ્ટેડિયમ પાસે રહેતી એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વસીમની ધરપકડ કરીને તેની સાન ઠેકાણે લાવી દીધી હતી. વસીમ ક્રાઈમ બ્રાંચ તેમજ એસઓજીનો બાતમીદાર હોવાનું પણ સામે આવ્યું છે. વસીમ જેવા સંખ્યાબંધ પેડલર્સ છે, જે એમડી ડ્રગ્સનો ધંધો કરી રહ્યા છે.
આવા પેડલર્સને ઝડપી પાડવા માટે પોલીસ સ્પેશિયલ અભિયાન હાથ ધર્યું છે. એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ સહિતના પોશ વિસ્તાર પેડલર્સ નબીરાઓને પોતાના શિકાર બનાવતા હોય છે.
નબીરાઓ કારમાં બેસીને તેમજ પાનનાં પાર્લર, ટી સ્ટોલ પર બેસીને એમડી ડ્રગ્સનું સેવન કરતા હોય છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ હવે ગુપ્ત રાહે પોશ વિસ્તારમાં વોચ કરશે અને ડ્રગ્સની ડિલિવરી કરતા પેડલર્સને ઝડપી પાડ્યો હતો.
જેમ જેમ ક્રિસમસ નજીક આવશે તેમ તેમ ડ્રગ્સ લેવાનો ક્રેઝ વધી જશે. જેને રોકવા માટે પોલીસ અડીખમ ઊભી છે. પોલીસની વિવિધ ટીમ કામે લાગી છે ત્યારે ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમે પણ અલગ અલગ ટીમ બનાવીને કામગીરી શરૂ કરી દીધી છે. ડ્રગ્સનો કાળો કારોબાર કરનાર તત્ત્વ પર પોલીસ સિંઘમ બનીને ત્રાટકશે.