સુરતમાં છેડતી કરનાર રોમિયોને યુવતીઓએ જાહેરમાં ખંખેર્યો
સુરત, સુરતમાં યુવતીઓની છેડતીના કિસ્સાઓ વધી રહ્યાં છે, એવામાં સોમવારે કાપોદ્રા વિસ્તારમાંથી યુવતીઓની છેલ્લા ત્રણ દિવસની યુવતીઓનો પીછો કરી છેડતી કરતા રોમિયોને યુવતીઓએ જ હિંમત બતાવીને તેને જાહેરમાં પકડી ઢીબી નાંખ્યો હતો.
ત્યારબાદ તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. આખી આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઓફિસ જતી યુવતીઓની છેડતી કરતો હતો. આ ઘટનાક્રમ શનિવારથી ચાલી રહ્યો હતો.
ત્યારબાદ યુવતીઓએ નક્કી કર્યું હતું કે જો ફરીવાર આ રોમિયો દેખાય તો તેને પકડી પાડી પાઠ ભણાવવો. સોમવારે ફરી એકવાર યુવતીઓ ઓફિસ જવા નીકળી તો આ યુવક જોવા મળ્યો હતો. એટલે યુવતીઓએ તેને પકડીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.
આ જોઇને આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. શરૂઆતમાં આ રોમિયોને યુવતીઓને ન ઓળખવાનો ઢોંગ કર્યાે હતો, તમે જે સમજો છો તે વ્યક્તિ હું નથી. મેં આ ભૂલ કરી નથી. ત્યારબાદ યુવતીઓ પોતાના પરિવારજનોને બોલાવીને પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધો હતો.
રોમિયોની છેડતીનો ભોગ બનેલી યુવતીઓનું કહેવું હતું કે, આ યુવક ત્રણ દિવસથી અમે પસાર થઈએ ત્યારે એટલી ગંદી કોમેન્ટ કરતો હતો કે, તેને કહેવી પણ અમારા માટે શક્ય નથી. હાલ આ છેલબટાઉ યુવકને પકડી કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS