ખેડૂત આંદોલનમાં સમર્થનમાં ઉતર્યો અભિનેતા ગુરુ રંધાવા
મુંબઈ, સમગ્ર દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂત પોતાની માગ માટે એક વખત ફરી આંદોલન કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. સમગ્ર દેશમાં ઠેર-ઠેર આંદોલન થઈ રહ્યાં છે. તેમના સપોર્ટમાં ઘણા સેલેબ્સ ઉતર્યા છે. હવે પંજાબી સિંગર ગુરુ રંધાવા પણ ખેડૂતોના સપોર્ટમાં આવ્યો છે.
તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે સરકારને ખેડૂતો સાથે બેસીને વાત કરવા વિશે લખ્યું છે જેથી આ આંદોલનને ખતમ કરી શકાય.ગુરુ રંધાવા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દે પોતાનો મત મૂકવાથી પીછેહઠ કરતો નથી.
હવે તેણે ખેડૂતોને લઈને અવાજ ઉઠાવ્યો છે. તેની આ પોસ્ટ ખૂબ વાયરલ પણ થઈ રહી છે.ગુરુ રંધાવાએ લખ્યું- ‘ખેડૂત દેશના દરેક ઘરમાં ભોજન પહોંચાડે છે. તેમનો અવાજ સાંભળવો જોઈએ. અમે સરકારી અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે પ્લીઝ ખેડૂતોના અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરો.
સાથે જ હાથ જોડનારી ઈમોજી પોસ્ટ કરી.આ પણ વાંચોઃ પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું નિધન, પરિવારના સભ્યોએ પુષ્ટી કરી, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસએક યુઝરે ગુરુ રંધાવાની પોસ્ટ પર જવાબ આપ્યો. તે બાદ સિંગેર લખ્યું- ‘હા મારા ભાઈ, હું પણ તે જ કહી રહ્યો છું કે રિક્વેસ્ટ છે કે સરકાર તેમની વાત સાંભળે અને જોવે શું થઈ શકે છે.
દરેક સ્થળની અલગ જરૂર હોઈ શકે છે ભાઈ, જેમ કે એક ઘરના તમામ સભ્યોની જરૂર અલગ હોય છે, બધા પરિવારના સભ્ય જ હોય છે. આપણે સૌ ફેમિલી જ છીએ ભાઈ. બિગ ઈન્ડિયન ફેમિલી.’ગુરુ રંધાવાએ સોશિયલ મીડિયાથી પોતાની તમામ પોસ્ટ હટાવી દીધી છે.
હવે તેના એકાઉન્ટ પર માત્ર એક પોસ્ટ છે અને તે તેની આગામી ફિલ્મનું પોસ્ટર છે. આ ફિલ્મનું નામ શૌંકી સરદાર છે. જેમાં તેની સાથે બબ્બૂ માન નજર આવવાનો છે. આ ફિલ્મ આગામી વર્ષે મે મહિનામાં રિલીઝ થશે. પોસ્ટમાં ગુરુનું લુક ખૂબ અલગ નજર આવી રહ્યું છે.SS1MS