પેટ્રોલ પંપ પર વેચી કોફી, બે વખત કર્યાે આપઘાતનો પ્રયાસ
મુંબઈ, ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી કરતા પહેલા ઘણા બોલીવુડ સ્ટાર્સે ખુદનો અને પરિવારનો ખર્ચ ઉઠાવવા માટે ઘણા પ્રકારના કામ કર્યાં છે.
માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર રજનીકાંત એક્ટર બનતા પહેલા બસ કંડક્ટર હતા. જો વાત કરીએ બોલીવુડની તો અક્ષય કુમારે વેટર તો અરશદ વારસીએ સેલ્સમેનનું કામ કર્યું હતું. તો ખુબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરતા પહેલા ૧૯૭૪માં અંકુરથી પર્દાપણ કરનાર અભિનેત્રી શબાના આઝમીનું જીવન પણ ખુબ સંઘર્ષપૂર્ણ રહ્યું છે.
એક સમય એવો હતો જ્યારે તે પેટ્રોલ પંપ પર કોફી વેચતી હતી, પરંતુ તેના ભાગ્યમાં કંઈક અલગ લખાયેલું હતું. કોફી વેચવાથી લઈને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બનવા સુધી, શબાના આઝમીએ ખુબ લાંબી સફર કાપી છે. હૈદરાબાદમાં જન્મેલા શબાના આઝમી જાણીતા શાર કૈફી આઝમી અને દિગ્ગજ અભિનેત્રી શૌકત આઝમીના પુત્રી છે.
તેમણે મુંબઈની ક્વીન મેરી સ્કૂલથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યાે અને સેન્ટ ઝેવિયર્સ કોલેજથી સાયકોલોજીમાં સ્નાતક કર્યું. બાદમાં તેમણે પુણેની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા માં અભિનય શીખવા માટે સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. શબાના આઝમીના માતા શૌકતનું ૨૦૧૯માં નિધન થઈ ગયું હતું.
શબાનાના માતાએ પોતાની ઓટોબાયોગ્રાફી ‘કેફ એન્ડ આઈઃ એ મેમોયર’ માં આ વાતનો ખુલાસો કર્યાે હતો કે તેની પુત્રી એક સંપન્ન પરિવારમાંથી હોવા છતાં ૩૦ રૂપિયા કમાવા માટે પેટ્રોલ પંપ પર કોફી વેચતી હતી. તે પોતાના કોલેજના સમયથી પરિવારની આર્થિક મદદ કરવા ઈચ્છતી હતી.
બાળપણમાં શબાના આઝમીએ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. તેના માતા શૌકતે પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ ઘટના વિશે ખુલાસો કર્યાે હતો કે શબાનાએ એક વખત સ્કૂલની લેબમાં કોપર સલ્ફેટ પી લીધું હતું. તે સમયે તેની મિત્રએ તેને બચાવી હતી.
અભિનેત્રીએ આટલું મોટું પગલું એટલા માટે ભર્યું કારણ કે તેને લાગ્યું કે તેના માતા તેના નાના ભાઈને વધુ પ્રેમ કરે છે, તેથી ગુસ્સામાં તેણે પોતાનો જીવ આપવાનો પ્રયાસ કર્યાે હતો. બીજીવાર શબાનાને તેના માતા ખિજાયા તો તેણે ટ્રેનની સામે આવી આપઘાતનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ સ્કૂલના ચોકીદારે તેને બચાવી લીધી હતી.SS1MS