Western Times News

Gujarati News

ઓમર અબ્દુલ્લા પછી મમતા બેનરજીના ભત્રીજાની ટિપ્પણીએ આ મુદ્દે બળતાંમાં ઘી હોમ્યું

ઈવીએમના મુદ્દે ઈન્ડિ. ગઠબંધનમાં મતભેદો વધ્યા

(એજન્સી)મુંબઈ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને ટીએમસી નેતા અભિજીત બેનરજીએ પણ ઇવીએમના સમર્થનમાં ટિપ્પણી કરી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનરજીએ પણ એક નિવેદન આપીને કહ્યું કે આ મારો અંગત અભિપ્રાય છે કે જે લોકો ઈવીએમ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, તેમણે ચૂંટણી પંચને તેની વિસંગતતાનો ડેમો દેખાડવો જોઈએ,

આ માટે પુરાવાના ભાગરુપે કોઈ પણ વીડિયો(ઈવીએમ હેક થતા હોવાનો) દેખાડવો જોઈએ, કેમ કે ચૂંટણી પંચે સૌને બોલાવ્યા છે.ભાજપે કોંગ્રેસની આગેવાનીમાં ગઠબંધન સામે સવાલો કર્યા છે. જોકે કોંગ્રેસે દાવો કર્યાે છે કે મુખ્યમંત્રી બન્યા પછી સહયોગી ઉમર અબ્દુલ્લાનું નિવેદન બદલાઈ ગયું છે. કોંગ્રેસના સાંસદ મનિકમ ટાગોરે એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પછી ઈવીએમ અંગે તાજેતરમાં આક્ષેપો એનસીપી(શરદચંદ્ર) અને શિવસેના(યુબીટી) તથા સમાજવાદી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના નિવેદન પર કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ સમાજવાદી પાર્ટી, એનસીપી અને શિવસેના-યુબીટી છે, જેમણે ઈવીએમ વિરુદ્ધ વાત કહી છે. કૃપા કરીને પોતાના તથ્યોની તપાસ કરો.

આ પહેલાં, અબ્દુલ્લાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જ્યારે તમે ચૂંટણી જીતો છો તો પરિણામ સ્વીકારી લો છો અને જ્યારે હારી જાઓ તો તે માટે ઈવીએમને જવાબદાર કહી શકો નહીં.’લોકસભાની ચૂંટણી, હરિયાણા વિધાનસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પછી ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો કોંગ્રેસની ચૂંટણીલક્ષી રણનીતિ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, જેના કારણે ભાજપને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરવાની તક મળી ગઈ છે.

ભાજપે કહ્યું કે જો કોંગ્રેસ પોતાની ચૂંટણ સંબંધિત રણનીતિ સમજી શકી રહી નથી, તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઈવીએમ પર આરોપ મૂકવાનું બંધ કરવું જોઈએ. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, નેતૃત્વ મેળવી શકાય નહીં અને માંગી પણ શકાય નહીં.

તમારી પાસે નેતૃત્વના ગુણ હોવા જોઈએ. તમે(રાહુલ) બળજબરીથી બની જાઓ નહીં. ભાજપના સાંસદ પાત્રાએ આરોપ લગાવ્યો કે, વિપક્ષોનું ઈન્ડિયા ગઠબંધન એક કૌભાંડ છે, કારણ કે ગઠબંધનના સહયોગી અલગ-અલગ ચૂંટણી લડે છે અને ગઠબંધનના ચહેરા તરીકે અલગ-અલગ નેતાઓને રજૂ કરવાની કોશિશ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.