શેરબજારની ચડઉતરમાં 75 IPOએ 1.50લાખ કરોડ એકઠા કર્યાઃ હ્યુંડાઈનો ધબડકો
(એજન્સી)મુંબઈ, દેશમાં શેરબજાર ચાલુ વર્ષમાં એક વખત રેકોર્ડ બ્રેક સપાટીએઅ પહોચ્યા બાદ હવે મેરી-ગો રાઉન્ડની જેમ ઉપર નીચે થઈ રહયું છે તે સમયે દેશમાં ર૦ર૪ના વર્ષમાં આઈપીઓની માર્કેટ સતત ધમધમતી રહી છે. જેમાં હુંડાઈ જેવી કંપનીના આઈપીઓમાં રોકાણકારોના નાણાં ફસાયા છે.
તો સ્વીગીએઅ નફાની હોમ ડીલીવરી કરી હોય તેવો માહોલ છે. આ વચ્ચે ચાલુ વર્ષમાં એફઆઈઆઈનો સમાવેશ થાય છે. તેણે રૂ.૪પ૬પ૦ ઠાલવ્યા છે. જે ર૦ર૧ જેમાં એફઆઈનું રોકાણ રૂ.રપ૩૦૦ કરોડ અને મ્ચ્યુચઅલ ફંડનું રોકાણ રૂ.ર૦૩પ૧ કરોડનું રહરયું છે.
આમ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ચાલુ વર્ષના બીજા છ માસમાં ભારતીય શેરબજારમાંથી નાણાં પાછા ખેંચાયા હોવા છતાં આઈપીઓમાં તેનું રોકાણ યથાવત રહયું હતું અને તેથી જ ર૦ર૧માં આઈપીઓમાં રોકાણનું રૂ.૪રપપ૮ કરોડનો જે રેકોર્ડ હોય તે ર૦ર૪માં ડિસેમ્બરના અડઅધા પખવાડીયા સુધીમાં તુટી જ ગયો છે.
અને એફઆઈમાં તથા મ્ચ્યુઅલ ફંડે રૂ.૪પ૬પ૦ કરોડનું રોકાણ કર્યુું છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ગત વર્ષે કરતાં ત્રણ ગણુ વધુ રોકાણ કરવામાં આવ્યું છે. જે દર્શાવે છેકે દેશના લોકો શેરબજારમાં રોકાણ માટે સલામત તેઓ મ્યુચ્યુઅલનો માર્ગ શોધવા લાગ્યા છે. હ્યુડાઈ, સ્વીગી, એનટીપીસી ગ્રીન એનર્જી મોબીટીસીમાં એફઆઈઆઈનું રોકાણ રૂ.૪પ૪પ કરોડનું કહયું છે.
હ્યયુડાઈનો આઈપીઓ કે જે ધબડકો થવાનો હતો તેમાં પ૦ ટકાથી વધુ રકમ મ્ચ્યુઅલ ફંડે રોકી લીધી અને આ રીતે તેને બચાવી શકાયો. એનટીપીસી એનર્જીમાં પણ આવી જ સ્થિતી બની છે. એન્કર ઈન્વેસ્ટર હ્યુડાઈમાં ર૮૬ર કરોડ, સ્વીગીમાં ર૦૬૭ અને હવે ગયા સપ્તાહમાં બંધ થયેલા વિશાલ મેગા માર્ટમાં રૂ.૧ર૧૪ કરોડ રોકયા છે. આમ માર્કેટમાં આઈપીઓને ટકાવી રાખવામાં આ એન્કર ઈન્વેસ્ટરનો ફાળા સૌથી વધુ છે.
જેમાં ગર્વમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલના રૂ.૧ર૭૩ કરોડ, ગર્વમેન્ટ ઓફ સીગાપુરના રૂ.૧ર૬ર કરોડ, ન્યુ વર્લ્ડ ફંડના રૂ.૧રપ૬ કરોડ, અબુધાબી ઈન્વેસટમેન્ટ ઓથોરીટીના રૂ.૭૩૦ કરોડ રોકાયા છે. જયારે મ્ચ્યુચઅુલ ફંડમાં આઈસીઆઈસીઆઈ પ્રુડન્ટ મ્ચ્યુચ્યુઅલ ફંડ રૂ.રર૬૧ કરોડ, નીપ્પોન ઈન્ડીયા રૂ.ર૦૬૪ કરોડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ રૂ.ર૦રપ કરોડ સ્ટેટ બેક મ્યુચ્યુઅલ ફંડ રૂ.૧૮૭૦ કરોડ અને કોટક મહીન્દ્રા મ્ચુચ્યુઅલ ફંડના રૂ.૧૮૪પ કરોડ રોકાયા છે.
આ વર્ષે ભારતીય કંપનીઓએ ૭પ આઈપીઓ મારફત રૂ.૧.પ૦ લાખ કરોડ ઉઘરાવ્યા છે. જે ર૦ર૩માં પ૭ આઈપીઓમાં રૂ.૪૯૪૩પ કરોડ હતા. છેલ્લા ચાર વર્ષમાં ડોમેસ્ટીક ઈન્સ્ટટીયુશન ઈન્વેસ્ટર ભારતીય બજારમાં આઈપીઓ સહીતમાં મોટું રોકાણ કરી રહયા છે.