Western Times News

Gujarati News

એલન અમદાવાદના પ્રણિત માથુરે IJSO સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદ: એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડના વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની અદભૂત સફળતા સાથે દેશને ગૌરવ અપાવ્યું છે. 21મી આંતરરાષ્ટ્રીય જ્યુનિયર સાયન્સ ઓલમ્પિયાડ (IJSO)માં એલન અમદાવાદના પાંચ વર્ષથી વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતાં પ્રણિત વિકાશ માથુરએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રણિતએ IJSOમાં ગોલ્ડ મેડલ જીતનારા અમદાવાદના પ્રથમ વિદ્યાર્થી બનીને ઇતિહાસ રચ્યો છે. Pranit Mathur from ALLEN Ahmedabad Wins Gold Medal and also Became World Topper at IJSO

એલન અમદાવાદના સેન્ટર હેડ શ્રી પંકજ બાલ્ડીએ જણાવ્યુ કે, પ્રણિતની સફળતા એ સંસ્થાની અન્ય મેળવેલી મોટી સિદ્ધિનો હિસ્સો છે કારણ કે આ વર્ષે એલનના ચાર વિદ્યાર્થીઓએ પણ ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતીય ટીમ કે જેને ઓલમ્પિયાડમાં તમામ છ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા, તેને દેશના વિજેતા અને વિશ્વ ટોપર તરીકે ઘોષિત કરાઇ હતી. આ સ્પર્ધામાં 57 દેશોએ ભાગ લીધો અને અંતિમ ચરણ રોમાનિયામાં 2 થી 11 ડિસેમ્બર 2024 વચ્ચે યોજાયું હતું.

IJSO પરીક્ષા પાંચ કઠોર અને વિવિધ સ્તરમાં ક્રમવાર વહેંચાયેલી છે. પ્રથમ તબક્કો NSEJS પરીક્ષા બાદ કુલ 301 વિદ્યાર્થીઓ જેમાં 51 એલનના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. બીજા તબક્કો INJSO માટે આગળ વધ્યા પછી  31 વિદ્યાર્થીઓ સાથે ત્રીજા તબક્કા OCSC માટે ઉત્તીર્ણ થયા હતાં.

ત્યારબાદ એક છ સભ્યોની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે IJSO અંતિમ ચરણ માટે પસંદ કરવામાં આવી, જેમાંથી ચાર એલનના વિદ્યાર્થીઓ હતા. ચારેય વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીતીને સંસ્થાના વૈશ્વિક પડકારો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શ્રેષ્ઠતા અને કુશળતા દર્શાવી.

એલનના વારસાને હાઇલાઇટ કરતા સંસ્થાના એક સીનિયર પ્રતિનિધીએ જણાવ્યું કે 2015થી એલનના વિદ્યાર્થીઓએ IJSOમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી તેઓ 38 ગોલ્ડ મેડલ અને 5 સિલ્વર મેડલ જીતી ચુકયા છે. આ સિદ્ધિઓમાં 2018-19માં 6 ગોલ્ડ મેડલ, 2021-22માં 5 ગોલ્ડ મેડલ, અને હાલમાં 2023-24માં 4 ગોલ્ડ મેડલ શામિલ છે.

આંતરરાષ્ટ્રીય જ્યુનિયર સાયન્સ ઓલમ્પિયાડ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પૈકીનું એક છે, જે યુવાનોને પ્રેરણા આપે છે. એલનના વિદ્યાર્થીઓની અદ્વિતીય સફળતા સંસ્થાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે અને વૈજ્ઞાનિકતા અને નવીનીકરણમાં ભવિષ્યના આગેવાનોને વિશ્વસ્તરે તાલીમ આપવાનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.