Western Times News

Gujarati News

અમેરિકા એચ-૧બી વિઝાના નિયમોમાં ફેરફાર કરશે

નવી દિલ્હી, અમેરિકા તેના એચ-૧બી વિઝા પ્રોગ્રામના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન ઓફ રેગ્યુલેટરી અફેર્સ આ પ્રોગ્રામના સર્વગ્રાહી નિયમનકારી ફેરફારોની સમીક્ષા કરી રહ્યું છે.

અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડન કરતાં વધુ આકરા ઇમિગ્રેશન નિયમોનો અમલ કરે તેવી વ્યાપક શક્યતા વચ્ચે આ સમીક્ષા થઈ રહી છે. ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ પ્રેસિડન્ટનો કાર્યભાર સંભાળશે. ઓઆઈઆરએની આ સમીક્ષા પછી નવા નિયમોને સાર્વજનિક કરાશે.

ગયા વર્ષે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસએ નવા નિયમોનો મુસદ્દો જારી કર્યાે હતો. આ નવા નિયમોમાં કુશળ વિદેશી કામદારોની ભરતી કરવા માટે ડિગ્રી આવશ્યકતાઓ સહિત પાત્રતાના માપદંડમાં સુધારો કરાયો છે.

અગાઉના સૂચિત નિયમમાં એચ-૧બી વિઝા માટેની વાર્ષિક લોટરી સિસ્ટમનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું હતું, જેથી દરેક અરજદારને પસંદગી પ્રક્રિયામાં સમાન તક મળી શકે. આ સૂચિત ફેરફારને ૨૦૨૫ના નાણાકીય વર્ષની વિઝા લોટરી પહેલા જાન્યુઆરીમાં અંતિમ સ્વરૂપ અપાયું હતું.

એચ-૧બી વિઝા પ્રોગ્રામ હેઠળ વાર્ષિક ૮૫,૦૦૦ નવા વિઝાની ટોચમર્યાદા છે. જો નવા નિયમોનો અમલ કરાશે તો એચ-૧બી વિઝા અરજદારોને અને ખાસ કરીને ભારતીય આઈટી ક્ષેત્રને અસર થશે. ભારતનું આઇટી ક્ષેત્ર આ વિઝા પ્રોગ્રામનું મુખ્ય લાભાર્થી છે.

૨૦૨૪ના નાણાકીય વર્ષ ભારતની ટોચની સાત આઈટી કંપનીઓની કુલ ૭,૨૯૯ એચ-૧બી વિઝા અરજીઓ મંજૂરી મળી હતી, જે ૨૦૧૫ની ૧૪,૭૯૨ની સરખામણીમાં નાટ્યાત્મક ઘટાડો દર્શાવે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડ્ઢૐજી)એ એચ-૧બી અને એચ-૧ વિઝા ધારકોના જીવનસાથીઓ માટે ઓટોમેટિક વર્ક પરમિટ રિન્યુઅલના સમયગાળામાં મોટા વધારાની જાહેરાત કરી હતી.

યુએસસીઆઈએસની જાહેરાત મુજબ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫થી રિન્યુઅલનો સમયગાળો ૧૮૦ દિવસથી વધીને ૫૪૦ દિવસ સુધી થશે. બીજી એક ગતિવિધિમાં એચ-૨એ અને એચ-૨બી વિઝા કાર્યક્રમો હેઠળ કામદારોના રક્ષણમાં સુધારો કરવાના નવા નિયમોને વ્હાઇટહાઉસે મંજૂરી આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.