પાટણમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
પાટણ, પાટણમાંથી પોલીસે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પાટણ શહેરના દેવ દર્શન કોમ્પ્લેક્ષમાં ગેસ્ટહાઉસમા લાંબા સમયથી દેહ વ્યાપારનો કારોબાર ચાલતો હતો.
રંગોલી ગેસ્ટહાઉસમાં પરપ્રાંતિય મહિલાઓ દ્વારા દેહ વ્યાપારનો કાળો કારોબાર ચાલતો હોવાની મળેલી માહિતી બાદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે કુલ ૭ આરોપીઓને ઝડપ્યા હતા અને ભાગતા ફરતા રફીક નામના મુખ્ય આરોપીને દબોચવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પાટણ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના દેવ દર્શન કોમ્પલેક્સમાં આવેલા રંગીલા ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપારનો અનૈતિક ધંધો ચાલે છે. જેથી પાટણ એસઓજી પોલીસે રેડ કરતા ૭ મહિલા અને ત્રણ પુરુષો અનૈતિક ધંધો સામેલ લોકોને ઝડપી પાડ્યા હતા.
સમગ્ર રેકેટ મુસ્તાક મુલ્લા અને વનિતા ચલાવતા હતા. મુખ્ય આરોપો રફીક નામનો ઈસમ પણ સામેલ છે. જેમાં મુસ્તાક મુલ્લા અને વનિતાની ધરપકડ કરવામાં આવી હતી.
રફીક ફરાર હોવાના કારણે તેને પકડવા પોલીસે તાપસ હાથ ધરી હતી.પાટણના રંગીલા ગેસ્ટ હાઉસમાંથી કોન્ડમ, મોબાઇલ, કોઈન સહિત મુદ્દામાલ માલી આવ્યો હતો. ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેરમાં નોંધણી ના કરતા જાહેરનામાનો પણ ભંગ કર્યાની કલમો લગાવામાં આવી હતી. પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ ૫૦૦ થી ૧૫૦૦ રૂપિયા લેતા હોવાનું સામે આવ્યુ હતું.SS1MS