ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ખુલ્લી ચેતવણી
પામ બીચ, અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પારસ્પરિક ટેક્સ લાદવાની ધમકી આપી છે. મતલબ કે જો ભારત અમેરિકન ઉત્પાદનો પર સમાન ટેક્સ લાદશે તો હવે ટ્રમ્પ ભારતીય ઉત્પાદનો પર પણ સમાન ટેક્સ લગાવવાની વાત કરી રહ્યા છે.
તેમણે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા “ઉચ્ચ ટેરિફ” ના જવાબમાં પારસ્પરિક ટેરિફ લાદવાના તેમના ઇરાદાનો પુનરોચ્ચાર કર્યાે.ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, “જો તેઓ અમારા પર ટેક્સ લગાવે છે, તો અમે તેમના પર સમાન ટેક્સ લગાવીશું.
તેમણે કહ્યું કે “તેઓ અમારા પર ટેક્સ લગાવે છે, લગભગ તમામ કેસોમાં, તેઓ અમારા પર ટેક્સ લગાવે છે, અને અમે તેમના પર ટેક્સ લગાવતા નથી,” અમેરિકાના આગામી પ્રમુખ ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર કરાર અંગેના પ્રશ્નનો જવાબ આપતાં આ ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે કેટલાક અમેરિકન ઉત્પાદનો પર ઉંચી ટેરિફ લાદે છે.SS1MS