મારી પુત્રી હિંદુ છે એવા પ્રમાણપત્રની જરૂર નથી: શત્રુઘ્ન સિન્હા
મુંબઈ, મુકેશ ખન્નાએ તાજેતરમાં જ શત્રુÎન સિન્હાની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષીના ઉછેર પર સવાલો ઉઠાવ્યા હતા અને રામાયણ વિશેના જ્ઞાનના અભાવ માટે તેમની ટીકા કરી હતી.
‘કૌન બનેગા કરોડપતિ’ના એક એપિસોડમાં હિંદુ મહાકાવ્ય સાથે સંબંધિત એક પ્રશ્નનો જવાબ ન આપી શકવાથી સોનાક્ષી સાથે આ વિવાદ શરૂ થયો હતો. જેના પર મુકેશ ખન્ના પહેલા જ એક્ટ્રેસ પર નિશાન સાધી ચૂક્યા છે અને હવે તેમણે ફરી એકવાર સોનાક્ષીની જાણકારી પર સવાલ ઉઠાવ્યા છે.
આવી સ્થિતિમાં સોનાક્ષી પણ પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં અને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શક્તિમાન એટલે કે મુકેશ ખન્નાની ટીકા કરી. પરંતુ શું તમે જાણો છો કે થોડા વર્ષાે પહેલા ૨૦૨૦માં સોનાક્ષીના પિતા શત્રુÎન સિન્હાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.હકીકતમાં, આ પહેલા પણ મુકેશ ખન્ના કેબીસીમાં ‘રામાયણ’ સાથે જોડાયેલા સવાલનો જવાબ ન આપી શકવાને કારણે સોનાક્ષી સિન્હા પર નિશાન સાધતા રહ્યા છે. તેણે આ અંગે ઘણી વખત અભિનેત્રી પર નિશાન સાધ્યું છે.
થોડા વર્ષાે પહેલા શત્રુÎન સિન્હાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને તેમનું નામ લીધા વિના, અભિનેતાને ફટકાર લગાવી હતી.બોલિવૂડ હંગામા સાથે વાત કરતા શત્રુÎન સિન્હાએ કોઈનું નામ લીધા વિના કહ્યું, ‘હું માનું છું કે કોઈને એ વાતમાં સમસ્યા છે કે સોનાક્ષી રામાયણ પરના સવાલનો જવાબ આપી શકી નથી.
સૌ પ્રથમ, આ વ્યક્તિને રામાયણ સંબંધિત તમામ બાબતોમાં નિષ્ણાત બનવા માટે શું લાયક બનાવે છે? અને તેમને હિંદુ ધર્મના રક્ષક તરીકે કોણે નિયુક્ત કર્યા છે?આ સાથે શત્રુÎન સિંહાએ કહ્યું હતું કે, મને મારા ત્રણ બાળકો પર ખૂબ ગર્વ છે. સોનાક્ષી પોતાના દમ પર સ્ટાર બની ગઈ.
મારે ક્યારેય તેની કારકિર્દી શરૂ કરવી પડી નથી. તે એક પુત્રી છે જેના પર કોઈપણ પિતાને ગર્વ થશે. રામાયણ પરના પ્રશ્નનો જવાબ ન આપવાથી સોનાક્ષીને સારી હિંદુ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવતી નથી. તેને કોઈ પ્રમાણપત્ર કે કોઈની મંજૂરીની જરૂર નથી.SS1MS