Western Times News

Gujarati News

પેરાલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપે SAI RC ગાંધીનગર ખાતે ફિટ ઈન્ડિયા સાયક્લોથોનને લીલી ઝંડી આપી

Ahmedabad, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાના હસ્તે સવારે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઇવ’નો શુભારંભ થતાં ફિટ ઇન્ડિયા ચળવળે તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ નોંધપાત્ર હરણફાળ ભરી હતી. 

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન પર ભાર મૂકતા ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે,  જ્યારે આપણે વર્ષ 2047માં આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરીશું, ત્યારે આપણે માનનીય પ્રધાનમંત્રીનાં વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવું પડશે અને એ પ્રસ્તુત છે કે, આપણે સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ રાષ્ટ્ર બનીશું.”

સાયકલિંગના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું હતું કે, “અમે આ ઇવેન્ટને ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ તરીકે શરૂ કરી છે, પરંતુ સાયકલિંગ ઉત્સાહીઓની સુવિધા માટે, આ હવે રવિવારે યોજવામાં આવશે અને હવે તેને ‘સન્ડે ઓન સાયકલ’ કહેવામાં આવશે.

ડોક્ટરો, પત્રકારો, શિક્ષકો, કોર્પોરેટ પ્રોફેશનલ્સ અને યુવાનો માત્ર નવી દિલ્હી જ નહીં પરંતુ દેશના તમામ ભાગોમાં રવિવારે એક કલાક લાંબી સાયકલિંગ રાઇડ માટે જોડાશે. સાયકલ ચલાવવાથી પર્યાવરણને મોટું પ્રોત્સાહન મળે છે. તે પ્રદૂષણનો ઉકેલ છે અને ટકાઉપણામાં પણ ફાળો આપે છે.” ડૉ. મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઇવ’ની શરૂઆત કરી હતી. ભારતમાં 10 સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રેરણાથી એસએઆઈ રિજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા 21 સ્થળોએ સાયક્લોથોન અને સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  તમામ વયજુથના 1500થી વધુ સાયકલિંગ રસિકોએ ભાગ લીધો હતો અને ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં ફિટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે સંકલ્પ કર્યો હતો.

ગુજરાત અને રાજસ્થાન રાજ્યો માટે SAIની નોડલ એજન્સી તરીકે આર.સી.ગાંધીનગર એફ.આઈ.ટી. ઈન્ડિયા અભિયાન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેમાં આજની સાયકલિંગ મંગળવારની ઇવેન્ટનો સમાવેશ થાય છે, જેનો હેતુ ખાસ કરીને સાયકલિંગને પરિવહનના ટકાઉ અને તંદુરસ્ત માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાનો છે.

રાષ્ટ્રવ્યાપી સાયકલિંગ ડ્રાઇવના ગુજરાત ચેપ્ટરને પેરિસ પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપ સિંહ, શ્રી રાજેન્દ્ર સિંહ રહેલુ, પેરાલિમ્પિયન અને અર્જુન એવોર્ડથી સન્માનિત અને રિજનલ ડાયરેક્ટર શ્રી મણિકાંત શર્માએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી શર્માએ તમામ સહભાગીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી અને રોજિંદા ધોરણે સક્રિય જીવનશૈલીનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ પછી સહભાગીઓએ ફિટ ઇન્ડિયાના નારા સાથે રેલી યોજી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.