Western Times News

Gujarati News

BoBએ ‘બરોડા મહિલા સ્વાવલંબન’ અને ‘બરોડા સ્માર્ટ ઓડી’ સ્કીમ લોન્ચ કરી

–     બરોડા મહિલા સ્વાવલંબન એ મહિલાઓ સંચાલિત એમએસએમઈને લોન આપતી સ્કીમ છે, જે ગ્રોથ માટે નાણાકીય સહાય પ્રદાન કરે છે

–     બરોડા સ્માર્ટ ઓડી એ ડિજિટલ ઓવરડ્રાફ્ટ સુવિધા છે, જે જીએસટી રજિસ્ટર્ડ એન્ટરપ્રાઈઝિસને ટૂંકા ગાળાની કાર્યકારી મૂડી ઝડપી અને સરળતાથી પ્રદાન કરે છે

મુંબઈ, 18 ડિસેમ્બર, 2024: કેન્દ્ર સરકારની એમએસએમઈ સેક્ટરને નાણાકીય સેવાઓ પ્રદાન કરવાની ઝુંબેશના ભાગરૂપે દેશની અગ્રણી સરકારી બેન્કો પૈકી એક બેન્ક ઓફ બરોડાએ બે નવી સ્કીમ શરૂ કરી છે. જેમાં મહિલા આંત્રપ્રિન્યોર્સ માટે યુનિક ફીચર્સથી સજ્જ લોન સ્કીમ બરોડા મહિલા સ્વાવલંબન તેમજ જીએસટી રજિસ્ટર્ડ એમએસએમઈ માટે ઝડપથી કાર્યકારી મૂડી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે બરોડા સ્માર્ટ ઓડી સ્કીમ સમાવિષ્ટ છે. Bank of Baroda enhances Lending to MSMEs with the launch of ‘Baroda Mahila Swavalamban’ and ‘Baroda Smart OD’.

બરોડા સ્માર્ટ ઓડી તેમની ડિજિટલ ફૂટપ્રિન્ટ આધારિત વૈકલ્પિક ક્રેડિટ એસેસમેન્ટનો ઉપયોગ કરી ઝડપથી અને સરળતાથી મૂડી ઉપલબ્ધ કરાવી આપે છે. જે મંજૂરીના તબક્કા સુધી સ્ટ્રેટ-થ્રુ પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે.

બેન્ક ઓફ બરોડાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી લાલ સિંહે જણાવ્યું હતું કે, બેન્ક ઓફ બરોડા એમએસએમઈની નાણાકીય જરૂરિયાતોને સંબોધિત કરવા પ્રતિબદ્ધ છે. જે મહિલા-સંચાલિત વેપાર-ધંધાઓ અને યુવા આંત્રપ્રિન્યોર્સના વિશેષ બિઝનેસ સેગમેન્ટને સશક્ત બનાવે છે. બરોડા મહિલા સ્વાવલંબન અને બરોડા સ્માર્ટ ઓડી સરકારની ઈન્ક્લુઝિવ ફાઈનાન્સિયલ ઈકોસિસ્ટમને વેગ આપશે, તેમજ સરળતાથી અને સીમલેસ મૂડી ઉપલબ્ધ કરાવતાં ટકાઉ આર્થિક વૃદ્ધિનો દર જાળવી રાખશે.

બરોડા મહિલા સ્વાવલંબનનો ઉદ્દેશ અડચણમુક્ત લોન પ્રદાન કરી મહિલા આંત્રપ્રિન્યોર્સને નાણાકીય સહાય પૂરી પાડવા અને પ્રોત્સાહન આપવાનો છે. જે વિવિધ સેગમેન્ટમાં કમાણી કરવા સક્ષમ બનાવશે, પરિણામે આર્થિક ગ્રોથ અને રોજગારીની તકોમાં વધારો થશે.

બરોડા મહિલા સ્વાવલંબનના મુખ્ય ફીચર્સઃ

  1. સ્પર્ધાત્મક વ્યાજનો દરઃ સ્કીમ હેઠળ વ્યાજનો દર બીઆરએલએલઆર જેટલો જ નીચો 9.15 ટકા છે. જે ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ વ્યાજદર છે.
  2. લોન મર્યાદાઃ 20 લાખથી માંડી રૂ. 7.5 કરોડ સુધીની લોન ઓફર કરે છે.
  3. માર્જિન જરૂરિયાતોમાં રાહતઃ કેપેક્સ લોન માટે માર્જિનના નિયમો હળવા બનાવાયા છે.
  4. કોલેટરલ સિક્યુરિટીમાં રાહતઃ રૂ. 5 કરોડ સુધીની લોન માટે કોઈ વધારાની કોલેટરલ સિક્યુરિટીની જરૂર નથી. જો સીજીટીએમએસઈ ગેરેંટી (ક્રેડિટ ગેરેંટી ફંડ ટ્રસ્ટ ફોર માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝિસ) દ્વારા સુરક્ષિત હોય તો કોલેટરલની જરૂર પડશે.
  5. પ્રોસેસિંગ ચાર્જઃ 50 ટકા રિબેટ
  6. લોનની ભરપાઈ માટે વધુ સમયઃ મોરેટોરિયમ પિરિયડ સહિત મહત્તમ 120 માસનો સમય
  7. માન્ય કંપનીઓ અને ટાર્ગેટ ગ્રુપઃ ઉદ્યમ અને મહિલાની માલિકીના કે લઘુત્તમ 51 ટકા હિસ્સો ધરાવતાં જીએસટી રજિસ્ટર્ડ એન્ટરપ્રાઈઝિસ કે જેઓ એમએસએમઈની ગાઈડલાઈનનું અનુપાલન કરતાં હોય (એમએસએમઈડી એક્ટ 2006 હેઠળ વ્યાખ્યાયિત અને કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કરવામાં આવેલા સુધારાઓ) તેવા એન્ટરપ્રાઈઝિસ આ સ્કીમ હેઠળ નાણાકીય લાભ લઈ શકશે.

દેશભરમાંથી બેન્ક ઓફ બરોડાની તમામ બ્રાન્ચ પરથી બેન્ક ઓફ બરોડાના નવા અને જૂના બંને ગ્રાહકો બરોડા મહિલા સ્વાવલંબન સ્કીમ માટે અરજી કરી શકાશે.

‘બરોડા સ્માર્ટ ઓડી’ સ્કીમ ક્રેડિટ એસેસમેન્ટ માટે બેન્કના વ્યક્તિગત/માલિકી ચાલુ ખાતાધારકો દ્વારા ફાઇલ કરવામાં આવેલા જીએસટી રિટર્નના સ્વરૂપમાં ઉપલબ્ધ ડિજિટલ ફૂટપ્રિન્ટનો લાભ લે છે, જે બેન્કને એન્ટરપ્રાઈઝિંગ સાહસિકોને ઝડપી ક્રેડિટ ઉપલબ્ધ કરાવવા સક્ષમ બનાવે છે. ગ્રાહકો પોતાના બિઝનેસ માટે જરૂરી ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો પહોંચી વળવા રૂ. 50 હજારથી માંડી રૂ. 25 લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સ્કીમ બરોડા સ્માર્ટ ઓડીનો લાભ લઈ શકે છે. લોન મંજૂરીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ છે. જેમાં લોનધારકોએ ડોક્યુમેન્ટેશન અને એકાઉન્ટ એક્ટિવેટ કરાવવા માટે બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર પડશે નહીં.

બરોડા સ્માર્ટ ઓડીના મુખ્ય ફીચર્સઃ

–     ઉદ્દેશઃ બેન્કના વર્તમાન GST-રજિસ્ટર્ડ વ્યક્તિગત/માલિકી ચાલુ ખાતાધારકોને ટૂંકા ગાળાની કાર્યકારી મૂડી લોન પ્રદાન કરવા.

–     સુવિધાનો પ્રકાર: ઓવરડ્રાફ્ટ સુવિધા.

–     ઓવરડ્રાફ્ટ રકમ: રૂ. 50 હજારથી રૂ. 25 લાખ સુધી.

–     મુદ્દત: 12 મહિના.

–     વ્યાજ દર: 10.00% p.a. આગળ

–     પ્રોસેસિંગ ચાર્જિસ: પ્રોસેસિંગ ચાર્જિસમાં વિશેષ રિબેટ.

–     સ્ટ્રેટથ્રુ પ્રોસેસિંગ (STP): મંજૂરી સ્ટેજ સુધી સ્ટ્રેટ-થ્રુ પ્રોસેસિંગ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.