મણિપુરમાં ઘૂસણખોરો ટેસ્લાના સ્ટારલિંકનો ઉપયોગ કરી રહ્યા છે
મણિપુરમાં ઘૂસણખોરો સ્ટારલિંકનો ઉપયોગ કરતાં હોવાનો ધડાકો થયો -આ ડિવાઇસ ચુરાચંદ્રપુર, ચંદેલ, ઇમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જેવા જિલ્લાઓમાં મળી આવ્યા છે
એલોન મસ્ક મણિપુરમાં સ્ટારલિંક ઉપકરણોના ગેરકાયદેસર ઉપયોગના દાવાને નકારી કાઢ્યોઃ કહ્યું સ્ટારલિંકનું સેટેલાઇટ બીમ ભારતમાં બંધ છે
મણિપુર, ભારતીય સેના અને આસામ રાઇફલ્સે ઉત્તર-પૂર્વ ભારતના મણિપુરના સંઘર્ષ પ્રભાવિત વિસ્તારોમાંથી ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સના સ્ટારલિંક ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે.
આ ડિવાઇસ ચુરાચંદ્રપુર, ચંદેલ, ઇમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જેવા જિલ્લાઓમાં મળી આવ્યા છે. આ ઘટસ્ફોટ પછી, સુરક્ષા એજન્સીઓ અને સેના સતર્ક થઈ ગઈ છે, કારણ કે આ હાઇ ટૅક્નોલાજિકલ ડિવાઇસ ઘુસણખોરોની કોમ્યુનિકેશન સ્કિલ્સમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.
મસ્કે ટ્વીટ કર્યું કે સ્ટારલિંક સેટેલાઇટ બીમ ભારતમાં બંધ છે, જે સૂચવે છે કે દેશમાં સેવા કાર્યરત નથી. આ નિવેદન એવા અહેવાલોના જવાબમાં આવ્યું છે કે સુરક્ષા દળોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કીરાવ ખુનોઉમાં દરોડા દરમિયાન શસ્ત્રો અને દારૂગોળો સાથે સ્ટારલિંક લોગો સહિત ઇન્ટરનેટ ઉપકરણો જપ્ત કર્યા હતા.
જ્યારે સુરક્ષા દળોએ આ વિસ્તારોમાં ઘૂસણખોરો સામે દરોડા પાડ્યા, ત્યારે શસ્ત્રો અને દારૂગોળા સાથે સ્ટારલિંક ડિવાઇસ પણ મળી આવ્યું હતું. સામાન્ય રીતે આવા ઓપરેશનમાં માત્ર હથિયારો જ મળી આવતા હતા, પરંતુ આ વખતે હાઇટેક સેટેલાઇટ ઇન્ટરનેટ ડિવાઇસની રિકવરી ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. સ્ટારલિંક ડિવાઇસ કોઈપણ વાયર અથવા ટાવર વિના ઇન્ટરનેટ સુવિધા આપે છે.
તે સેટેલાઇટ સાથે સીધું જ જોડાય છે અને ગમે ત્યાંથી ઘૂસણખોરો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે. તેના એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને લીધે, તેને ટ્રેક કરવું અથવા હેક કરવું ખૂબ મુશ્કેલ છે. ડિફેન્સ એક્સપર્ટનું માનવું છે કે આ ડિવાઇસ ઘુસણખોરોની કોમ્યુનિકેશ સિસ્ટમને મજબૂત બનાવશે. જેના કારણે તેઓ રીઅલ-ટાઇમ ઇન્ટેલિજન્સ શેર કરી શકે છે, હુમલાની યોજના બનાવી શકે છે અને તેમના જૂથો વચ્ચે વધુ સારી રીતે સંકલન કરી શકે છે.
ડિફેન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ડિવાઇસ કાં તો દાણચોરી દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા છે અથવા નકલી જિયોટેગિંગ દ્વારા એક્ટિવ કરવામાં આવ્યા છે. એક રીકવર થયેલ ડિવાઇસ પર રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (ઇઁહ્લ)ના માર્કિંગ મળ્યા હતા, જે ચીન સમર્થિત પીપલ્સ લિબરેશન આર્મી (ઁન્છ) સાથે જોડાયેલા આતંકવાદી જૂથ છે.
સ્ટારલિંકને ભારતમાં હજુ સુધી બ્રોડબેન્ડ લાઇસન્સ મળ્યું નથી. આવી સ્થિતિમાં, આ ડિવાઇસનું અહીં મળવું સુરક્ષા માટે ગંભીર જોખમ બની ગયું છે. સ્ટારલિંકના સ્થાપક ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફાર્મ ઠ પર દાવો કર્યો હતો કે તેમના ડિવાઇસ ભારતમાં એક્ટિવ નથી. અમારા સેટેલાઇટ બીમ ભારત ઉપર બંધ છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે સેટેલાઇટ ઇન્ટરનેટ સાથે કામ કરવા માટે ભારતે પોતાની ટેકનિકલ ક્ષમતા વધારવી પડશે. સુરક્ષા એજન્સીઓ હવે આ ઉપકરણોની સપ્લાય ચેઇનને શોધવા અને તેને ટ્રેક કરવા માટે ટેકનિકલ કાઉન્ટરમેઝર્સ વિકસાવવા પર કામ કરી રહી છે.
Manipur: The seized @Starlink internet belongs to a Meitei Terrorist group called People’s Liberation Army which has been spearheading Separatist Movement for the Meiteis & fighting for Manipur’s independence. This group has nothing to do with Kukis.
Musk tweeted that Starlink satellite beams are turned off over India, implying that the service is not operational in the country. This statement came in response to reports that security forces had seized internet devices, including one with a Starlink logo, along with arms and ammunition during a raid in Keirao Khunou, Imphal East district.