Western Times News

Gujarati News

વેન્ટિવ હોસ્પિટાલિટીનો રૂ. 1600 કરોડનો IPO શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે

  • પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 610થી રૂ. 643 નક્કી કરવામાં આવી છે
  • બિડ/ઇશ્યૂ ખૂલવાની તારીખ – શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024 અને બિડ/ઇશ્યૂ બંધ થવાની તારીખ – મંગળવાર, 24 ડિસેમ્બર, 2024
  • એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024 છે
  • બિડ્સ લઘુતમ 23 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 23 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
  • ઇક્વિટી શેર દીઠ રૂ. 30નું ડિસ્કાઉન્ટ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓને આપવામાં આવે છે.
  • આરએચપી લિંક – https://jmfl.com/Common/getFile/4220

અમદાવાદ, 18 ડિસેમ્બર, 2024 – વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડ (અગાઉ આઈસીસી રિયલ્ટી (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) (“COMPANY”) તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024ના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, 24 ડિસેમ્બર, 2024 છે.

VENTIVE HOSPITALITY LIMITED Rs. 1600 cr IPO TO OPEN ON FRIDAY DECEMBER 20- 2024

રૂ. 1600 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં રૂ. 1600 કરોડ સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (“Total Offer Size”). ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 610થી રૂ. 643 નક્કી કરવામાં આવી છે (“The Price Band”).

એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 30નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે (“Employee Reservation Portion Discount”). બિડ્સ લઘુતમ 23 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 23 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Bid Lot”).

કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરવા માંગે છે – ચૂકવવાપાત્ર વ્યાજની રકમ સહિત કંપની દ્વારા મેળવવામાં આવેલા ચોક્કસ ઋણની સંપૂર્ણ કે આંશિક પૂર્વચૂકવણી કે ચૂકવણી કરવા માટે.

વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પંચશીલ રિયલ્ટીના ચેરમેન અતુલ આઈ. ચોરડિયાએ જણાવ્યું હતું કે વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડનો સૂચિત આઈપીઓ રિજનલ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની તેની સફરમાં પંચશીલ અને બ્લેકસ્ટોન માટે મહત્વનું સીમાચિહ્ન છે.

 બ્લેકસ્ટોનના રિયલ એસ્ટેટ-ઈન્ડિયાના હેડ તુહીન પરીખે જણાવ્યું હતું કે અમે ગ્લોબલ હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ દ્વારા સંચાલિત પ્રીમિયમ હોસ્પિટાલિટી એસેટ્સનો પોર્ટફોલિયો ધરાવતી વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડના આગામી આઈપીઓમાં અમારા લાંબા ગાળાના ભાગીદાર પંચશીલ રિયલ્ટી સાથે કામ કરતા આનંદ અનુભવીએ છીએ.

આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે રજૂ કરવામાં આવ્યો છે. સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહેલા આ ઇશ્યૂમાં સેબીઆ આઈસીડીઆર નિયમનોના નિયમન 32(2)ના સંદર્ભે નેટ ઓફરના લઘુત્તમ 75 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” અને આવો પોર્શન the “QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને મુજબ સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર્સને ઇક્વિટી શેર્સની ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (other than the Anchor Investor Portion) (“Net QIB Portion”).

 આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને જ પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

 આ ઉપરાંત, નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને (“NIBs”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (1) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી રૂ. 10,00,000 વચ્ચેની બિડ સાઇઝ વચ્ચેના બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે અને (2) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ કેટેગરીઝ પૈકીની ગમે તે એકમાં અંડર સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીઝમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે. નેટ ઇશ્યૂના મહત્તમ 10 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને (“RIB”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક ઠરેલા કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ)ની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, મુજબ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ અને કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.