Western Times News

Gujarati News

રશિયાએ એક દિવસમાં ૫૪૦ યુક્રેનિયન સૈનિકોને માર્યા

મોસ્કો, પુતિનના સૌથી વિશ્વાસુ સેનાપતિઓમાંના એક લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવની હત્યાએ રશિયાને હચમચાવી નાખ્યું છે. બોમ્બ બ્લાસ્ટમાં કિરિલોવના મોત બાદ રશિયાએ યુક્રેન પાસેથી જબરદસ્ત બદલો લીધો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયાએ છેલ્લા ૨૪ કલાકમાં યુક્રેનના ૫૪૦ સૈન્ય કર્મચારીઓને મારી નાખ્યા છે.

આ સાથે ઘણા અમેરિકન અને પોલિશ બખ્તરબંધ વાહનોને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.રશિયાના પશ્ચિમ અને કેન્દ્ર દળોએ યુક્રેનના ૧૧ વળતા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ‘ઝેપ્ડ’ જૂથે ૪૪૦ યુક્રેનિયન સૈનિકોનો હણી લીધા છે, જ્યારે ‘યુગ’ (દક્ષિણ) જૂથે ૩૫૦ સૈનિકોને મારી નાખ્યા છે. આ ઉપરાંત, રશિયન દળોએ ડોનેટ્‌સ્ક ક્ષેત્રના ટ્‌›ડોવ અને સ્ટેરી ટર્ની વિસ્તારો પર કબજો મેળવી લીધો છે.

કિરિલોવનું મંગળવારે તેના મોસ્કો એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરેલા સ્કૂટરમાં પ્લાન્ટ કરેલા બોમ્બના વિસ્ફોટમાં મોત થયું હતું. રશિયન એજન્સીઓનું કહેવું છે કે આ હુમલો યુક્રેનની ગુપ્તચર એજન્સીઓએ કર્યાે હતો. કિરિલોવ હત્યા કેસનો શંકાસ્પદ પકડાયો ઃ રશિયાએ બુધવારે ઉઝબેકિસ્તાનના એક નાગરિકની અટકાયત કરી છે.

આ વ્યક્તિએ મોસ્કોમાં જનરલ કિરિલોવની હત્યા કરવા માટે બોમ્બ પ્લાન્ટ કર્યાની કબૂલાત કરી છે.હુમલાખોરને યુક્રેનની એજન્સીએ આ કામ માટે એક લાખ ડોલર, યુરોપમાં રહેવા તથા સુરક્ષા માટેનું વચન આપ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.