કપિલની મજાક અને એટલીનો ઈમોશનલ જવાબ
મુંબઈ, ફિલ્મ ડિરેક્ટર અટલી તાજેતરમાં કપિલ શર્માના ઓટીટી શો પર પોતાની આવનારી ફિલ્મ ‘બૅબી જોહ્ન’ને પ્રમોટ કરવા માટે આવ્યો હતો. આ એપિસોડમાં વરુણ ધવન, કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી સહીત ફિલ્મના અન્ય કલાકારો પણ આવ્યા હતા.
કપિલના શોનો આ સીઝનનો છેલ્લો એપિસોડ હતો. જેમાં કપિલ અને તેમની ટીમના સભ્યો હંમેશાની જેમ રમુજ અને મજાક કરી રહ્યા હતા. તેમાં એટલી તેમનું નિશાન બની ગયો હતો, જેનાથી તે થોડો નારાજ થઈ ગયો હતો.
પરંતુ તેણે તરત વળતો જવાબ આપીને કપિલને ચૂપ કરી દિધો હતો. ‘બૅબી જોહ્ન’ની કાસ્ટ સાથે વાત કરતા કપિલે એટલીના દેખાવ પર મજાક કરતા તેને પૂછ્યું,“પરંતુ જ્યારે તમે પહેલી વાર કોઈ સ્ટારને મળો, તો એ એવું પૂછે છે કે એટલી ક્યાં છે?”ત્યારે એટલીએ સામો જવાબ આપતા કહ્યું,“એક રીતે હું તારો પ્રશ્ન સમજી ગયો છું.
હું જવાબ આપવાની કોશિશ કરીશ. હું ખરેખર એ આર મુર્ગાદોસ સરનો આભારી છું, એમણે મારી પહેલી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. એમણે મારી પાસે માત્ર સ્ક્રિપ્ટ જ માગી હતી, એમણે એવું નહોતું જોયું કે હું કેવો દેખાઉં છું, પરંતુ એમને મારું નરેશન ગમ્યું હતું. મને લાગે છે કે આપણે કોઇના દેખાવ પરથી તેમના પર કોઈ પ્રતિભાવ ભાંધવો જોઈએ નહીં. વ્યક્તિને તેના દિલથી ઓળખવી જોઈએ.”
ત્યાર પછી હંમેશાની જેમ આ એપિસોડમાં કપિલે અર્ચના પુરણ સિંઘની પણ મજાક ઉડાડી હતી. એણે કહ્યું,“એમનું નામ અર્ચા પુરણ સિંઘ છે, કારણ કે એ ડાકુ મોહન સિંઘની ફૅન છે. એમની ગેંગમાં એક માણસ હતો, તેના પરથી પ્રેરણા લઇને તેમણે આવું નામ રાખ્યું છે.”
આ બાબતે પણ એટલીએ કપિલને અર્ચનાનો પક્ષ લઇને કહ્યું,“એમની મજાક ન કરો, મારા માટે તો એમણે જ શોને બચાવ્યો છે. એ હસે છે, ત્યારે મને હસવું આવે છે, કારણ કે મને બીજું કશું જ સમજાતું નથી, હું એ હસે એની રાહ જોઉં છું.” ત્યારે અર્ચનાએ કહ્યું હતું,“સાચું કહ્યું એટલી, તું અને હું હવે એક ટીમમાં છીએ.”SS1MS