Western Times News

Gujarati News

ડાયનેમેટિક ટેક્નૉલોજિસ દ્વારા એરબસ A220 દરવાજાના પાર્ટ્સના સપ્લાય માટે Aequsને કોન્ટ્રાક્ટ અપાયો

બેંગલુરુ, ડાયનેમેટિક ટેક્નોલોજીસ લિમિટેડ અને એઇક્સ પ્રાઇવેટ લિમિટેડએ આજે એરબસ A220 ડોર પ્રોગ્રામ માટે જટિલ પાર્ટ્સના પુરવઠા માટે કોન્ટ્રાક્ટની ઘોષણા કરી. પાર્ટ્સના ઉત્પાદન અને પુરવઠા માટે ડાયનેમેટિક ટેક્નોલોજીસ દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ ભાગરૂપે, Aequs જટિલ ટૂલ ડિઝાઇન, ફોર્જિંગ, મશીનિંગ અને સરફેસ ટ્રીટમેન્ટની આવશ્યકતા ધરાવતા 200 થી વધુ જટિલ પાર્ટ્સનું ઉત્પાદન અને વિતરણ કરવા માટે તેની વ્યાપક ક્ષમતાઓનો લાભ લેશે.

પાંચ વર્ષની અવધિનો આ મહત્વપૂર્ણ પાર્ટ્સના સપ્લાય માટેનો કોન્ટ્રાક્ટ, વૈશ્વિક એરોસ્પેસ સપ્લાય ચેઇનમાં અગ્રણી ખેલાડીઓ એવી બે કંપનીઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવે છે.

ડાયનેમેટિક ટેક્નોલોજીસના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ઉદયંત મલ્હૌત્રાએ જણાવ્યું હતું કે:એરોસ્પેસ ક્ષેત્રમાં જરૂરી ઘટકો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ, Aequs સાથેની અમારી કાયમી ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી છે.

જટિલ ઘટકોના ઉત્પાદન માટે Aequs ની વૈવિધ્યસભર ક્ષમતાઓનો લાભ લઈને, અમે ભારતના એરોસ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ અને ચોકસાઇ, ગુણવત્તા અને વિશ્વસનીયતામાં વૈશ્વિક ધોરણોને અપનાવવાની અમારી ક્ષમતાને આગળ ધપાવી રહ્યા છીએ.

અમારી બે સંસ્થાઓ વચ્ચેની સહક્રિયા સુનિશ્ચિત કરે છે કે અમે ગ્લોબલ સપ્લાય ચેનમાં સહયોગી નવીનતા અને મૂલ્ય નિર્માણમાં નવી સફળતાઓ પ્રાપ્ત કરીને, એરબસના A220 પ્રોગ્રામ માટે અત્યાધુનિક એરોસ્ટ્રક્ચર્સ પ્રદાન કરવામાં અમારી ઉત્કૃષ્ટતા દર્શાવવાનું ચાલુ રાખીએ છીએ.”

 Aequsના ચેરમેન અને CEO અરવિંદ મેલ્લિગેરીએ જણાવ્યું હતું કે: ડાયનેમેટિક ટેક્નોલોજીસ અને Aequs વચ્ચેની ભાગીદારી ખુબ મહત્વપૂર્ણ છે અને અમે અમારી ક્ષમતાઓ અને ગુણવત્તા અને સમયસર ડિલિવરી પ્રત્યેની પ્રતિબદ્ધતામાં વિશ્વાસ બદલ ગર્વ અનુભવીએ છીએ. ડાયનેમેટિક ટેક્નોલોજીસ જેવા અગ્રણી એરોસ્ટ્રક્ચર એસેમ્બલી ઉત્પાદક સાથે લાંબા ગાળાની ભાગીદારી કરીને અમને ગર્વ થઇ રહ્યો છે અને ભાગીદારી, ભારતીય એરોસ્પેસ ક્ષેત્રમાં વધતી જતી જાગૃતિ અને વર્લ્ડ સપ્લાય ચેનમાં તેની હાજરીને પ્રતિબિંબિત કરે છે.”

 ભારત સરકારના ‘મેક ઇન ઈન્ડિયા’ વિઝનને નોંધપાત્ર રીતે આગળ ધપાવતા, એરબસે તેના A220 ફેમિલી એરક્રાફ્ટ ડોર્સના ઉત્પાદન અને એસેમ્બલી માટે ભારતીય કંપનીઓને સૌથી મોટા એરોસ્પેસ એક્સપોર્ટ ઓર્ડરમાંથી, એક માટે આ વર્ષે ફેબ્રુઆરીમાં ડાયનેમેટિક ટેક્નોલોજીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોન્ટ્રાક્ટમાં જટિલ પાર્ટ્સ ઘટકોના ઉત્પાદનની સાથે, અન્ય ભારતીય સપ્લાયરો માટે તેના વેચાણની તકો ઊભી કરવામાં આવી હતી.

ડાયનેમેટિક ટેક્નોલોજીસ એ ચોકસાઇવાળા એરફ્રેમ સ્ટ્રક્ચર્સ અને એરોસ્પેસના ઘટકોના ઉત્પાદનમાં અગ્રણી છે અને રાષ્ટ્રમાં મહત્વની એજન્સીઓ તેમજ વિશ્વમાં એરોસ્પેસની મુખ્ય કંપનીઓ સાથે ભાગીદાર છે.

Aequs ની પ્રમાણિત ક્ષમતાઓમાં ફોર્જિંગ, પ્રેસીશન મશીનિંગ, સરફેસ ટ્રીટમેન્ટ અને એરોસ્ટ્રક્ચર એસેમ્બલી અને ગ્લોબલ OEM માટે કોમ્પોનેન્ટ ટેસ્ટિંગ સહિત એરોસ્પેસ મેનુફેક્ચરિંગ વેલ્યુ ચેનનો સમાવેશ થાય છે. તેની કામગીરી ભારતના પ્રથમ પ્રેસીશન મેનુફેક્ચરિંગ SEZ, બેલાગવી એરોસ્પેસ ક્લસ્ટર (BAC) ખાતે કરવામાં આવે છે, જે ઉત્પાદન માટે સહ-સ્થિત સ્થળની ઊભી સંકલિત એરોસ્પેસ ઇકોસિસ્ટમ ધરાવે છે. યુએસએ અને ફ્રાન્સમાં તેના ઉત્પાદન સ્થળો, ગ્રાહકોની જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પુરી કરવામાં ભારતની કામગીરીને સમાન છે.

ડાયનેમેટિક ટેક્નોલોજીસ અને Aequs વચ્ચેની આ ભાગીદારી ભારતની એરોસ્પેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા બંને કંપનીઓ દ્વારા એરોસ્પેસ ઉત્પાદનમાં શ્રેષ્ઠતા અને નવીનતા પ્રત્યેના સહિયારા સમર્પણને પ્રકાશિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.