લાંભા વોર્ડમાં રોડ, ડ્રેનેજ, પાણીની સુવિધાઓ માટે કોંગ્રેસના દેખાવો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના લાંભા વિસ્તાર નો 2007 થી અ.મ્યુ.કો.માં સમાવિષ્ટ કરેલ છે લાંભાવોર્ડ ને અ.મ્યુ.કો માં સમાવિષ્ટ થઈ કર્યું 15 વર્ષ થઈ ગયા પરંતુ તેમ છતાં આજ દિન સુધી ઘણા બધા કામો અને એ પણ પ્રાથમિક સુવિધાના કામો છે જે આજદિન સુધી કરવામાં આવ્યા નથી.
જેના વિરોધમાં આ અગાઉ લાંભા વોર્ડ કોંગ્રેસ સમિતિ ધ્વારા ગુરુવારે પ્રતીક ઉપવાસ અને દેખાવ કરવામાં આવ્યા હતા.તેમજ અગાઉ બાકી કામોની જે યાદી ઝોનલ કક્ષાએ આપવામાં આવી હતી તે કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામ સિંહ પરમાર અને ડેલીગેટ રાજેશ સોની ના જણાવ્યા મુજબ વોર્ડમાં રોડ-રસ્તા, પાણીના નેટવર્ક તેમજ લાઈટ ના કામ વર્ષોથી થયા નથી આ ઉપરાંત શાહવાડી ગામતળ માં ડ્રેનેજ લાઇન વારંવાર ઉભરાય છે તેમજ આંબેડકર વાસ નું ડ્રેનેજ નેટવર્ક જ નથી. સત્યમ નગર સોસાયટી, જ્યોતિ નગર અને આસપાસ ની લગભગ ૧૦ એક સોસાયટી માં ડ્રેનેજ લાઈનોનો પ્રોબ્લેમ છે.
રંગોળી નગર વિસ્તાર માં હાઈફાઇ ચારરરતા આગળ શાન્તિ શુકલ ફ્લેટ માં બેઝમેન્ટ માં ડ્રેનેજ લાઇન ના પાણી ભરેલા રહે છે. ભમ્મરિયા થી લાંભા બળિયાદેવ મંદિર સુધી રોડ નું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે જે ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. રાણીપુર પાટિયા થી મોતીપુરાને જોડતા રોડ નું કામ, ગુજકોમાસોલ થી ચારમાડીયા તરફ નો રસ્તો, શાહવાડી દિવરજ નગર ટી.પી ૬૨ નો અધુરો રોડ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.
સેજપુરથી મોતીપુરા રોડ સુધીના ટોટલ લાઇટ થાંભલા બંધ છે જે ચાલુ કરાવવા અને ગ્યાસપુર ગામ માં નવી વસાહત માં સ્ટ્રીટ લાઇટ ના થાંભલા નથી અને બાકી ની જગ્યા જ્યાં લાઇટ ના થાંભલા નથી ત્યાં લાઇટના થાંભલા નાખવા સહિતના કામોની યાદી આપવામાં આવી હતી પરંતુ તે પૈકી એકપણ કામ થયા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન લાંભા વોર્ડની પ્રજા જોડે થી માસ મોટો ટેક્સ ઉઘરાવે છે તો અ.મ્યુ.કો ની ફરજ બને છે કે વોર્ડ ની પ્રજા ને પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણ માં પુરી પાડવામાં આવે આ પ્રજા છેલ્લા ૧૫ વર્ષ થી હાલાકી ભોગવી રહી છે છે. લાંભા વોર્ડના પડતર કામો વહેલી તકે પૂર્ણ થાય એવિ અમારી લાગણી અને માંગણી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.