30 મિનિટ સુધી ચાલવાથી પણ યાદશક્તિ ર૪ કલાક વધી શકે છે
(એજન્સી) લંડન, હૃદય માટે જે વસ્તુ સારી હોય છે તે વસ્તુ મÂસ્તષ્ક માટે પણ સારી હોય છે. પૂર્વમાં થયેલા વિવિધ અભ્યાસોમાં પણ કહેવાયું છે કે કસરત કર્યા બાદ વ્યક્તિની માનસિક ક્ષમતા વધારે તીવ્ર હોય છે અને યુનિવર્સિટી કોલેજ, લંડનના વૈજ્ઞાનિઓ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં આ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે ટૂંકાગાળાનો આ જ્ઞાનાત્મક સુધારો કેટલો લાંબો ચાલી શકે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પ૦થી ૮૩ વર્ષની વય જૂથના તેવા લોકો જેમણે ૩૦ મિનિટ સુધી મધ્યમથી જુસ્સાભેર શારીરિક ગતિવિધિઓ જેવી કે વોકિંગ અથવા ડાન્સિંગ કર્યું હતું તેમણે તેના એક દિવસ બાદ મેમરી ટેસ્ટમાં સારો દેખાવ કર્યો હતો.
આ સુધારો ટૂંકા ગાળાની વોકીંગ મેમરી અને એપિસોડિક મેમરી બન્નેમાં જોવા મળ્યો હતો જેમાં ભૂતકાળમાં થયેલી ઘટનાઓને યાદ કરવા જેવી બાબત સામેલ હતી.
આ અભ્યાસમાં ૭૬ જેટલી મહિલાઓ અને પુરૂષોના ડેટાની છણાવટ કરવામાં આવી હતી, જે લોકોએ આઠ દિવસ સુધી એક્ટિવિટી ટ્રેકર પહેર્યા હતા અને દરરોજ કોÂગ્નટિવ ટેસ્ટ આપ્યા હતા. તેમની શારીરિક કવાયતમાં દર ૩૦ મિનિટના વધારા પર તેમની એપિસોડિક મેમરીના સ્કોરમાં બીજા દિવસે ર.ર ટકા અને વર્કીંગ મેમરીમાં પાંચ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
યુસીએલ ઈન્સ્ટીટયુટ ઓફ એપિડેમિઓલોજી એન્ડ હેલ્થ કેરના ડૉ.મિકાએલા બ્લુમબર્ગ, જેમણે આ અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર આ સુધારો હળવો પરંતુ હિસ્સાઓમાં નોંધપાત્ર હતો કારણ કે તેમાં ભાગ લેનારા સહભાગીઓ જ્ઞાનત્મક રીતે ખૂબ જ સ્વસ્થ હતા. આ ટેરેસ્ટ માટે સુધારો કરવા માટે તેમના માટે એટલી બધી જગ્યા નહોતી.