વિજયનગર PSIની પ્રશંસનીય કામગીરી

અકસ્માતમાં ઘાયલ બે યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં આંતરસુંબા નજીક વળાંકમાં મારુતિ અલ્ટો કારની ટક્કરે લક્ષણીપુરાના બાઈક સવાર બે યુવકોને ગંભીર ઇજા થઈ હતી અને બંને યુવકો ગભીર રીતે ઘવાયા હતા તે બાદ ત્યાં થઈને પોતાની સરકારી ગાડીમાં પસાર થઈ રહેલા વિજયનગરના પોલીસ અધિકારી વાય.બી .બારોટે રસ્તામાં લોહીલુહાણ હાલતમાં પડેલા બે યુવાનોને તાત્કાલિક ચોરીવાડ ખસેડ્યા હતા
અને ત્યાંથી એમને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવા તજવીજ કરી હતી. સાંજના ૩ વાગ્યાના સુમારે આંતરસુંબા નજીક વળાંકમાં મારુતિ અલ્ટો કારની ટક્કરે લક્ષણીપુરાના બાઈક સવાર બે યુવકો ફંગોળાઈને ત્યાં જ બાઈક પાસે લોહીલુહાણ પડ્યા હતા મારુતિ કાર પણ ત્યાં ઊભી હતી પણ એનો ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો.આ બનાવની દસેક મિનિટમાં જ ઈડર તરફથી પોતાની સરકારી ગાડીમાં આવી રહેલા
વિજયનગરના પીએસઆઈ વાય.બી .બારોટ અને એમના સાથી સ્ટાફે ગાડીમાંથી ઉતરીને જોયું તો બને યુવાનો ગંભીર રીતે ઘવાયેલા અને બેહોશ હાલતમાં પડ્યા હતા પહેલાં તો ૧૦૮ ઇમરજન્સી સેવાને ફોન કર્યો પણ આ સેવા અન્યત્ર સેવારત હતી અને આ બંને યુવાનોને તાત્કાલીક સારવાર આમટે ખસેડવાની પ્રાથમિકતાને પારખીને માનવતા દાખવીને પીએસઆઇ બારોટે પોતે અને સ્ટાફે બંને ઘાયલ યુવાનોને ઊંચકી ગાડીમાં સુવડાવીને સારવાર માટે ચોરીવાડ સરકારી દવાખાને ખસેડ્યા હતા.
જ્યાં બંને યુવકોની સ્થિતિ સ્થિતિ જોતા હિંમતનગર ખસેડવા તજવીજ કરાઈ હતી હ.ખેડબ્રહ્માના લક્ષ્મીપુરાના બંને યુવકો બાઈક ઉપર પોતાના ગામ તરફ આવી રહ્યા હતા ત્યાર અલ્ટો કારે બાઇકને ટક્કર મારતા બંને યુવકો રોડ ઉપર પટકાઈ ગયા હતા.
પોલીસની સહાયથી બંનેને સારવાર માટે તાત્કાલિક ખસેડી દેવાયા છે અને હાલ સારવાર પણ ચાલુ છે આમ પીએસઆઇ વાય બી બારોટે માનવતા દાખવીને બંને ઉવકોનેટ હોસ્પિટલ ભેગા કરી સારવાર માટે મોકલી આપ્યા હતા