તલોદમાં ભર શિયાળે ઉભરાતી ગટરોથી નર્કાગાંર જેવી સ્થિતિનું નિર્માણ
તલોદ, તલોદમાં લોકોની સુખ સુવિધા માટે કરોડોની ગ્રાન્ટો સરકાર દ્વારા પાલિકાને સક્ષમ જવાબદારી સોંપી છે, જયારે પાલિકાએ એક જ કોન્ટ્રાકટરને સતત ત્રણ વર્ષમાટે ગટર સુવિધાથી માંડી સ્વચ્છતા અને ડોર ટુ ડોર જેવી સેનેટરી વિભાગનો તમામ કોન્ટ્રાકટ આપી દેતા બેજવાબદાર કોન્ટ્રાકટરની અનેક લોકોની રજુઆતોને પોતાની લાપરવાહિથી નિષ્ફળ બનાવી છે.
પાલિકામાં ઠેર ઠેર ઉભરાતી ગટરોની અનેક રજૂઆતોનો રાફડો ફાટયો છે ત્યારે ભર શિયાળે પાલિકાના વણઝારવાસ, કલાલની ચાલી, માણેકલાલ માસ્તરની ચાલી, તલોદ ગામ તેમજ ઈÂન્દરાનગર, રામનગર, અંબિકાનગર, લહેરીપુરા, સિવિલ હોસ્પિટલ વિસ્તાર જેવા અનેક ગીચ વિસ્તારોમાં ભર શિયાળે ઉભરાતી ગટરોથી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. દુર્ગંધ ગંદકીથી કેટલાક જાહેર માર્ગો પર નર્કાગાર સ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર કચરાના ઠગ તેમજ અનિયમિત ડોર ટુ ડોરની કામગીરીથી લોકોની સુખ સુવિધા ખોરવાઈ છે.
પાલિકા દ્વારા કરોડોની રકમ સેનેટરી પાછળ ખર્ચ કરી કોન્ટ્રાકટ દ્વારા થતી કામગીરી ભ્રષ્ટાચારના દાયરામાં પાલિકા આવશ્યક સુખ- સુવિધામાં નિષ્ફળતા મળી છે. વહિવટદાર શાસનમાં પાલિકા દ્વારા બિન અનુભવી કર્મીઓ દ્વારા વારંવાર જરૂરીયાતો પુરી પાડવામાં વિલંબ થતા લોકોમાં રોષની લાગણી પણ ભભુકી ઉઠી છે. સરકારના કરોડોના નાણા મનફાવે તેમ વેડફી સુખ- સુવિધા માટે થતી કામગીરી હરહંમેશા શકના દાયરામાં રહી છે.
તલોદમાં રોડ રસ્તા,ઉભરાતી ગટરો, પાણીની સમસ્યા, બાગ-બગીચાથી માંડી સ્મશાનગૃહમાં પણ અસુવિધા વર્તાય છે. ઠેર ઠેર કચરાનો ઢગનો નિકાલ થતો નથી. ડોર ટુ ડોરની પ્રથા અનિયમિત બની છે. સેનટરી વિભાગના વહીવટ અને કોન્ટ્રાકટરની ત્રણ વર્ષની જમાવટથી તલોદની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.