Western Times News

Gujarati News

પીક-અપ ડાલામાં લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આ.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ એલ.સી.બી.સ્ટાફના

અ.હેકો.ગીરીશભાઇ,મનુભાઈ, હિરેનકુમાર, કુલદિપસિંહ શૈલેષકુમાર એ રીતેના એલ.સી.બી. સ્ટાફના પોલીસ ખાનગી વાહનમાં માતર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા રધવાણજ ટોલ ટેક્ષ પાસે આવતા અ.હે.કો.મનુભાઇ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે એક સફેદ કલરની બોલેરો પીક-અપ ડાલુ નંબર ય્ત્ન.૨૭.ઠ.૭૪૪૪ ની હોય જેમાં દેશી દારૂ ભરી વડોદરાથી અમદાવાદ તરફ જતા હાઇવે નં.૪૮ ઉપર રધવાણજ ટોલ ટેક્ષ આવનાર છે.

જે બાતમી આધારે બાતમીવાળી ગાડીની વાચ તપાસમા હતા.દરમ્યાન ઉપરોક્ત વર્ણન વાળી બોલેરો પીક-અપ ડાલુ આવતા તેને હાથથી ઇશારો કરતાં સદર પીક-અપ ડાલાને ખાનગી ગાડીની આડ કરી કોર્ડની કરી સદર ગાડીને ટોલ ટેક્ષ પર ઉભી રાખી જે પીક-અપ ડાલાને કોર્ડન કરી જોતા ગાડીમા ડ્રાઇવર તથા તેની સાથે બીજો એક ઇસમ બેઠેલ હતો. જે ગાડીનો નંબર જોતા ૭૪૪૪ નો જણાઇ આવેલ.

સદર પીક-અપ ડાલાની પાછળના ટ્રોલીના ભાગે ચેક કરતા પ્રવાહી ભરેલ કુલ-૭૫ પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલ હતા જેમાંથી પુષ્કળ દેશી દારૂની વાસ આવતી હોય જેથી બન્ને ઇસમોના નામઠામ પુછતા ડ્રાઇવર સીટ ઉપર બેઠેલ ઇસમે પોતે પોતાનું નામ

(૧) પ્રકાશભાઇ ભાનુઇભા ભોઇ રહે.ઉમરેઠ જાગનાથ ભાગોળ ભોઇ વગો તા.ઉમરેઠ જી.આણંદ તથા તેની બાજુમા સીટ ઉપર બેઠેલ ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ

(૨) નિર્મલભાઈ સ/ઓ ગીરીશભાઇ શંકરભાઈ ભોઇ રહે.ઉમરેઠ જાગનાથ ભાગોળભોઇ વગો તા.ઉમરેઠ જી.આણંદ નાઓની ભોગવટાની બોલેરો પીક-અપ ડાલુ નંબર ૭૪૪૪ માં વગર પાસ પરમીટનો દેશી દારૂ ભરેલ કુલ-૭૫ પ્લાસ્ટીકની કોથળીઓ જે એક પ્લા.ના કોથળીઓમાં ૩૦ લીટર લેખે કુલ-૨૨૫૦ લીટર દેશી દારૂ જે એક લીટરની કી.રૂ. ૨૦૦ લેખે ૨૨૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪,૫૦,૦૦૦/-

તથા પીક-અપ ડાલાની કી.રૂ. ૬,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૫,૫૦૦/- તથા બંને ઇસમોની અંગજડતીમાંથી મળેલ રોકડા રૂ.૧,૨૦૦/- મળી કુલ રૂ. ૧૦,૫૬,૭૦૦/- પ્રોહી મુદામાલ રાખી હોરાફેરી કરતા મળી આવતા સદર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી માતર પો.સ્ટે. પ્રોહિબીશન ધારા હેઠળ ગુનો રજી. કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.