Western Times News

Gujarati News

15 PI અને 17 PSIની આંતરિક બદલીઓ આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા કરાઈ 

આણંદ, આણંદ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં બજાવતા ૧પ પોલીસ ઈન્સ્પેકટર અને ર૩ પોલીસ સબ ઈન્સ્પેકટરની જિલ્લા પોલીસ વડા જી.જી.જસાણી દ્વારા મંગળવારના રોજ બદલી કરવામાં આવી છે.

જેમાં રીડર શાખામાં ફરજ બજાવતા પીઆઈ જે.કે.ડોડીયાની બદલી વાસદ પોલીસમથક ખાતે, કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતા જે.જી.સોલંકીની ખંભોળજ ખાતે, એમઓબી ખાતે ફરજ બજાવતા પીઆઈ પી.પી.વસાવાની વિરસદ ખો, પેરેલ ફર્લોમાં ફરજ બજાવતા પીઆઈ પી.એચ.નાયીની ખંભાત રૂરલ ખાતે, લીવ રિઝર્વ પીઆઈ પી.જે.બાટવાની બદલી આંકલાવ ખાતે, બોરસદ રૂરલ ખાતે ફરજ બજાવતા પીઆઈ એસ.એચ.બુલાનની ઉમરેઠ ખાતે,

આઈયુસીએડબ્લ્યુમાં ફરજ બજાવતા આર.એમ.મુધવાની બોરસદ ટાઉન ખાતે, સીપીઆઈ પેટલાદ પીઆઈ ડી.આર.ચૌધરની બોરસદ રૂરલ ખાતે, નેત્રમ કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતા પીઆઈ એમ.એચ.દેસાઈની પેટલાદ રૂરલ ખાતે, નેત્રમ કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતા પીઆઈ એસ.જી.સોલંકીની આણંદ રૂરલ ખાતે, એલઆઈબીમાં ફરજ બજાવતા પીઆઈ એચ.આર.બ્રહ્મભટ્ટની આણંદ એલસીબી ખાતે,

સીપીઆઈ આણંદ પીઆઈ કે.કે.દેસાઈને આઈયુસીએડબ્લ્યુ ખાતે, બોરસદ ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ વી.એસ.સિંધવની બદલી રીડર શાખા ખાતે, સીપીઆઈ ખંભાત પીઆઈ પીએનગામેતીની બદલી ભાદરણ ખાતે તથા આણંદ એલસીબી ખાતે ફરજ બજાવતા પીઆઈ પી.બી.જાદવની સીપીઆઈ પેટલાદ ખાતે બદલી કરાઈ છે.

આણંદ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ર૩ પીએસઆઈની બદલી કરાઈ છે. જેમાં સોજિત્રા ખાતે ફરજ બજાવતા પીએસઆઈ બી.એમ.માળીની સાઈબર ક્રાઈમ ખાતે, તારાપુર ખાતે ફરજ બજાવતા પીએસઆઈ બી.કે.મોરીની બદલી પેરોલ ફર્લો ખાતે, પેટલાદ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.ઓ.ચૌધરીની એસઓજી ખાતે,

વિરસદ પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ અર.આઈ.દેસાઈની વિદ્યાનગર ખાતે, આણંદ ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ એમ.આર.વાળાની બદલી આંકલાવ ખાતે, ભાલેજ પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ આર.બી.વાઘેલાની બદલી ખંભાત શહેર ખાતે, ખંભોળજ પોલીસમથકે ફરજ બજાવતા પીએસઆઈ એન.બી.ડોડીયાની આણંદ શહેર ખાતે, એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.ડી.પટેલની બદલી ભાદરણ ખાતે,

વિદ્યાનગર ખાતે ફરજ બજાવતા પીએસઆઈ પી.કે.મંડોરાની બદલી સોજિત્રા ખાતે, ખંભોળજ પોલીસમથકે ફરજ બજાવતા પીએસઆઈ એ.એમ.ગોહિલની જિલ્લા ટ્રાફિકમાં બદલી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.