આતંકી જલીસ અંસારી કાનપુરથી ઝડપાયો: દેશ છોડવાની ફિરાકમાં હતો
નવી દિલ્હી, સીરિયલ બોંબ બ્લાસ્ટનો દોષિક 69 વર્ષિય કુખ્યાત આતંકી જલીસ અંસારીની આજે કાનપુરથી ધરપકડ કરી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાંથી 21 દિવસના જામીન મળ્યા બાદ અજમેર જેલથી બહાર આવ્યો હતો. પેરોલ પૂર્ણ થયાના એક દિવસ પહેલાંથી જ તે ગૂમ થઈ ગયો હતો. આતંકીના પુત્રએ તે ગૂમ થયાની જાણ કરી હતી. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે જણાવ્યુ કે જલીસ અંસારીની કાનપુરથી ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તેની મસ્જીદની બહારથી ધરપકડ કરી લીધી. તેમણે જણાવ્યું કે, દેષિત દેશમાંથી ભાગી જવાની ફિરાકમાં હતો. ધરપકડ બાદથી તેને લખનૌ લાવવામાં આવ્યો છે. પુછપરછ બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવશે. STF પ્રમાણે આતંકી જલીસ અંસારી મુંબઈથી પુષ્પક એક્સપ્રેસમાં કાનપુર ઉતર્યો હતો. અહીં રેલ બજાર પોલીસ સ્ટેશનની ઊંચી મસ્જીદમાં ગયો હતો. અહીં તેણે પોતાનો સામાન અને બેગ રાખી અને થોડીવાર પછી કાનપુર સેન્ટ્ર્લ સ્ટેશન ગયો હતો ત્યાંથી STFએ દબોચી લીધો.