અમેરિકામાં ન્યૂક્લિયર સ્મગલિંગમાં 5 પાકિસ્તાની પકડાયા
વોશિંગ્ટન, અમેરિકાએ પાંચ લોકો પર પાકિસ્તાનનાં પરમાણું કાર્યક્રમ (Nuclear Program)ને મદદ પહોંચાડવાનાં આરોપો નક્કી કર્યા છે,રાવલપિંડીની એક કંપની બિઝનેશ વર્લ્ડ સાથે સંકળાયેલા પાંચ પાકિસ્તાનીઓ પર અમેરિકામાં આરોપ લગાવવામાં આવ્યા છે, કે તેમણે પાકિસ્તાનના ન્યુક્લિયર અને મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકન ટેકનોલોજીની સ્મગલિંગ કરી છે. આસિસ્ટન્ટ એટોર્ની જનરલ જોન ડેમેર્સએ એક નિવેદનમાં કહ્યું કે બચાવકર્તાઓએ તે સંસ્થાઓને અમેરિકન વસ્તુંઓની તસ્કરી કરી,જેને પાકિસ્તાનનાં હથિયાર પ્રોગ્રામની સાથેનાં સંબંધોનાં કારણે અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષાને ખતરો સમજવામાં આવે છે.
કાયદા વિભાગે જણાવ્યું કે ગ્રાન્ડ જ્યુરીએ પાંચ લોકોની વિરૂધ્ધ આરોપ નક્કી કર્યા છે, આરોપીની હજુ સુધી ધરપકડ કરી નથી. આરોપીઓની ઓળખ પાકિસ્તાનનાં મોહમ્મદ કામરાન વલી, કેનેડાનાં મોહમ્મદ એહસાન વલી, અને હાજી વલી મોહમ્મદ શેખ,હોગકોંગનાં અશરફ ખાન મોહમ્મદ અને ઇંગ્લેન્ડનાં અહેમદ વાહીદ તરીકે ઓળખ થઇ છે.આરોપીઓ પર આંતરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ કાયદા અને નિકાસ નિયંત્રણ સુધાર કાયદાનાં ઉલ્લંખનનું ષડયંત્રણનો આરોપ છે.