શાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ ૨માં ખીલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Sahid-Kruti.jpg)
મુંબઈ, શાહિદ કપૂર અને કૃતિ સેનન ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળી શકે છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીના જાદુએ બધાને અચંબામાં મૂકી દીધા હતા. હવે તેઓ ફરી આવી રહ્યા છે.
ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં શાહિદ કપૂર અને કૃતિ સેનનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ચાહકોને ગમી હતી. હવે આ જોડી ફરી તમારું મનોરંજન કરવા આવી રહી છે. રિપોટ્ર્સ કહે છે કે બંને ‘કોકટેલ ૨’માં સાથે આવી રહ્યા છે.ફિલ્મ ‘કોકટેલ’ વર્ષ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. આ હોમી અદાજાનિયાની ફિલ્મ હતી અને તેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી જોવા મળ્યા હતા.
ડિમ્પલ કાપડિયા અને બોમન ઈરાનીની પણ મહત્વની ભૂમિકા હતી. હવે તેની સિક્વલ બનવાના સમાચાર છે.રશ્મિકા મંદાન્નાનો સમાવેશ થઈ શકે છેએક રિપોર્ટ અનુસાર, ‘કોકટેલ ૨’માં શાહિદ કપૂર અને કૃતિ સેનન જોવા મળશે. દિનેશ વિજન હિટ ફિલ્મની સિક્વલ બનાવશે.
તેની વાર્તા પણ પહેલા જેવી જ હશે. પ્રેમ ત્રિકોણ હશે. હવે બીજી લીડ હીરોઈનની શોધ ચાલી રહી છે. રશ્મિકા મંદાન્નાનું નામ પણ સામે આવી રહ્યું છે.આ ફિલ્મ મે ૨૦૨૫માં ફ્લોર પર આવશેફિલ્મ ‘કોકટેલ’ દીપિકા પાદુકોણ માટે ગેમ ચેન્જર સાબિતથઈ. આ ફિલ્મે તેની કારકિર્દીને વેગ આપ્યો. ઈમ્તિયાઝ અલીએ વાર્તા લખી હતી. તેની સિક્વલ મે ૨૦૨૫માં ફ્લોર પર આવી શકે છે.
હાલમાં કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે.શાહિદ છેલ્લે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યો હતો. હાલમાં તે પૂજા હેગડે સાથે રોશન એન્ડ્›ઝની ફિલ્મ દેવાનું શૂટિંગ કરી રહ્યો છે. તેણે વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ માટે હા પણ કહી દીધી છે.
કૃતિની વાત કરીએ તો તે નેટફ્લિક્સની ‘દો પત્તી’માં જોવા મળી હતી. તે તેની બહેન નુપુર સેનન સાથે કેટલાક પ્રોજેક્ટમાં જોવા મળી શકે છે.SS1MS