Western Times News

Gujarati News

અમદાવાદ IIMનાં સ્નાતક પ્રીતિ લોબાના ગૂગલ ઇન્ડિયાના વડા બન્યા

(એજન્સી)અમદાવાદ, ટેક દિગ્ગજ ગૂગલે ભારતમાં મોટા ફેરફારો કર્યા છે. કંપનીએ ગૂગલ ઈન્ડિયાના નવા હેડની નિમણૂક કરી છે. ગૂગલે ભારતમાં કંપનીના વડાની જવાબદારી પ્રીતિ લોબાનાને સોંપી છે. પ્રીતિ ગૂગલ ઈન્ડિયામાં સંજય ગુપ્તાને રિપ્લેસ કરશે.

કંપનીએ સંજય ગુપ્તાને એશિયા પેસિફિક ક્ષેત્રના નવા ગૂગલ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રીતિ લોબાનાને ગૂગલ દ્વારા પ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. મેટા પછી ગૂગલ દુનિયાની બીજી મોટી કંપની છે જેણે કંપનીની કમાન એક મહિલાને આપી છે.

ઉલ્લેખનીય છે કે પ્રીતિ લોબાના છેલ્લા ત્રણ દાયકાથી ટેક્નોલોજી અને ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીઝની દુનિયા સાથે જોડાયેલા છે. પ્રીતિ છેલ્લા આઠ વર્ષથી ગૂગલમાં કામ કરી રહ્યાં છે. હવે કંપનીએ તેમને ભારતનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે.

ગૂગલ ઈન્ડિયાના વડા બન્યા બાદ પ્રીતિ લોબાનાની સૌથી મોટી જવાબદારી ગૂગલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું વિસ્તરણ કરવાની રહેશે. આ સાથે, તે ભારતમાં ગૂગલની રણનીતિને લાગુ કરવાની જવાબદારી પણ સંભાળશે.

પ્રીતિ લોબાનાએ ગુજરાતના અમદાવાદ આઈઆઈએમમાંથી ડિગ્રી મેળવી છે. તેમણી કારકિર્દીમાં તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે સાથે જ તે કંપનીઓમાં મોટા ફેરફારો કરવા માટે પણ જાણીતા છે. તેમની પાસે બિઝનેસ ટ્રાન્સફોર્મેશન, ઓપરેશનલ એક્સેલન્સ તેમજ ગ્રાહક અનુભવના ક્ષેત્રોમાં અપાર અનુભવ છે.

ગૂગલ ઈન્ડિયાના વડા તરીકે નિયુક્ત થયા પહેલા, તેમએ નેટવેસ્ટ ગ્રુપ, અમેરિકન એક્સપ્રેસ, એએનએકસ ગ્રિન્ડલેઝ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં સેવા આપી હતી. આ જગ્યાઓ પર પ્રીતિએ બિઝનેસ સ્ટ્રેટેજી, પ્રોડક્ટ મેનેજમેન્ટ જેવા ઘણા સેક્ટરમાં કામ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.