Western Times News

Gujarati News

2003માં ચોરી કરી સાધુ બનેલા આરોપીને સુરત પોલીસે 21 વર્ષે રાજસ્થાનની ઝડપ્યો

(એજન્સી) સુરત, ગમે તેવો ગુનો કરીને પોલીસ પકડથી ફરાર થઈ ગયા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે વર્ષ ૨૦૦૩ના વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનમાં જઈ ઝડપી પાડ્યો છે. છેલ્લા ૨૧ વર્ષથી આ આરોપી ફરાર હતો અને હાલ સાધુ બનીને ફરતો હતો. Surat Police arrests 21-year-old accused of stealing and becoming a monk in 2003 in Rajasthan

કહેવત છે કે કાયદાના હાથ લાંબા હોય છે. કોઈપણ આરોપી ગુનો કરીને ગમે ત્યાં જઈને સંતાઈ જાય તો પણ કાયદો આરોપીને પાતાળમાંથી પણ શોધી લાવે છે. આવી જ કંઈક ઘટનાઓ સુરતમાં સામે આવતી હોય છે. ગુનો કરીને આરોપી વર્ષો વર્ષ પોલીસ પકડથી દૂર રહે છે તેવા આરોપીને પકડી પાડવા માટે સુરત પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે.

મૂળ રાજસ્થાન જિલ્લાના બાલોતરા તાલુકાના શિવાના નજીક આવેલા સિણેરી ગામનો રહેવાસી એવો સેલ્સીંગ રામસિંહ ગોવૈયા જે સુરતમાં મજૂરીકામ માટે આવીને વસ્યો હતો. ૨૦૦૩માં તેણે તેના ચાર મિત્રો સાથે સુરતના વરાછા વિસ્તારમાંથી એક ટુ-વ્હીલર ગાડીની ચોરી કરી હતી. જોકે આ ગુનામાં બે આરોપીઓ જે તે સમયે પોલીસે ઝડપી પાડ્યા હતા.

ત્યારે અન્ય બે આરોપી પોલીસ પકડથી દૂર હતા. પોલીસને માહિતી મળી હતી કે આરોપી પોતાના વતન ખાતે જતા રહ્યા બાદ નજીકના એક ગામમાં મંદિર બનાવી આ મંદિરમાં સાધુ તરીકેનું જીવન જીવે છે. આ વાતને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન ખાતે પહોંચી હતી અને આરોપીને ગુના કર્યાને ૨૧ વર્ષ બાદ ઝડપી પાડી તેને સુરત ખાતે લઈ આવી હતી.

આરોપીની પૂછપરછ કરતા તેણે કરેલા ગુનાની કબુલાત કરી હતી અને તે પોલીસથી બચવા માટે પોતાના ગામથી થોડીક દૂર આવેલા મંદિરમાં સાધુનો વેશ ધારણ કરીને રામદેવપીર મંદિરનો પૂજારી બનીને લાંબા સમયથી રહેતો હોવાની કબુલાત કરી હતી. જોકે આ ગુનામાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.