Western Times News

Gujarati News

તબીબોની અછત છે, મેડિકલની બેઠકો વ્યર્થ ન જવી જોઇએ: સુપ્રીમ

નવી દિલ્હી, મેડિકલ કોર્સની ખાલી બેઠકો ભરવા માટે કાઉન્સેલિંગનો નવો રાઉન્ડ યોજવાનો એડમિશન ઓથોરિટીને આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દેશમાં ડોક્ટરોની તીવ્ર અછત છે ત્યારે મેડિકલની કિંમતી બેઠકો વ્યર્થ ન જવી જોઇએ. જસ્ટિસ બી આર ગવઈ અને કે વી વિશ્વનાથનની ખંડપીઠે એડમિશન ઓથોરિટીઓને સ્પેશિયલ કાઉન્સેલિંગ કરવા અને ૩૦ ડિસેમ્બર સુધીમાં મેડિકલ કોર્સ માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.

સર્વાેચ્ચ અદાલતે તેના આદેશમાં જણાવ્યું હતું કે કિંમતી તબીબી બેઠકો વ્યર્થ ન જવી જોઈએ, અમે છેલ્લી તક તરીકે સમયગાળામાં વધારો કરીએ છીએ. કોઈપણ કોલેજ વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપી શકશે નહીં અને પ્રવેશ માત્ર રાજ્ય પ્રવેશ સત્તાવાળાઓ દ્વારા જ હાથ ધરવામાં આવશે. જોકે અમે સ્પષ્ટતા કરીએ છીએ કે વિશેષ પ્રવેશ પ્રક્રિયાથી સમગ્ર એડમિશન પ્રક્રિયાને ખલેલ પહોંચવી જોઇએ નહીં.

પ્રવેશ ફક્ત વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોમાંથી જ આપવામાં આવશે. કાઉન્સેલિંગના પાંચ રાઉન્ડ પછી પણ બાકી રહેલી ખાલી બેઠકો માટે સ્પેશ્યલ રાઉન્ડ યોજવાની માગણી કરતી અરજીઓની સુનાવણી કરતાં કોર્ટે આ આદેશ આપ્યો હતો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન નેશનલ મેડિકલ કાઉન્સિલના વકીલે જણાવ્યું હતું કે ખાલી બેઠકોની સંખ્યાને જોતાં કોર્ટ એક વખતના પગલાં તરીકે સમયગાળો વધારી શકે છે. જોકે ભવિષ્યની પ્રક્રિયા માટે એક ઉદાહરણ તરીકે ન જોવું જોઇએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.