Western Times News

Gujarati News

પુષ્પા-2ઃ ૧૦૦૦ કરોડ ક્લબની તૈયારીમાં, બોક્સ ઓફિસ પર હજુ પણ પકડ મજબૂત

મુંબઈ, અલ્લુ અર્જુન એટલે કે પુષ્પારાજ અને રશ્મિકા મંદાના એટલે કે શ્રીવલ્લીની ફિલ્મની બોક્સ ઓફિસ પર હજુ પણ પકડ છે. ‘પુષ્પા ૨’ના ઓડિયન્સમાં બીજા અઠવાડિયા પછી ગતિમાં થોડો ઘટાડો જરૂર થયો છે. બુધવારે આ ફિલ્મે ભારતમાં જ કમાણીમાં ૯૭૩ કરોડની કમાણી કરી લીધી છે અને ૧૦૦૦ કરોડ ક્લબની તૈયારીમાં છે.

વર્લ્ડવાઈડ કલેક્શનમાં આ ફિલ્મે સરળતાથી રૂ.૧૫૦૦ કરોડનો આંકડો વટાવી દીધો છે. માત્ર ૧૪ દિવસમાં જ ‘પુષ્પા ૨’ને મળેલી આ સિદ્ધિએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઉત્સાહ વધાર્યાે છે.આ ફિલ્મે પહેલા દિવસથી જ કમાણીના રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું હતું. આ ફિલ્મે પહેલા દિવસે જ ૧૬૪.૨૫ કરોડની કમાણી કરી લીધી હતી. જ્યારે પહેલા વીકેન્ડ સુધીમાં ૫૨૯ કરોડની કમાણી કરી હતી.

જોકે, બીજા અઠવાડિયે ચાલુ દિવસો દરમિયાન આ કમાણી સમયાંતરે ઘટતી રહી. આ ફિલ્મના પહેલા અઠવાડિયાના કુલ ૭૦૦ કરોડ પછી બીજા અઠવાડિયે પણ ફિલ્મે પોતાની પકડ જાળવી રાખી હતી.

પુષ્પ ૨ ના મેકર્સે સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેર કર્યું હતું કે, ૧૪ દિવસના અંતે આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન ૧૫૦૮ કરોડ થયું છે. આ ધૂમ કમાણી સાથે ‘પુષ્પા ૨’ શાહરૂખ ખાનની જવાનને પાછળ રાખી દીધી છે. એટલીએ ડિરેક્ટ કરેલી ‘જવાન’ ફિલ્મે કુલ ૫૮૨.૩૧ કરોડની કમાણી કરી હતી. જે હિન્દી ફિલ્મની સૌથી વધુ કમાણી હતી. જ્યારે હવે ‘પુષ્પા ૨’ને ૧૪ દિવસના અંતે ૯૭૩ મેળવ્યા છે. જેમાંથી રૂ. ૬૦૦ કરોડ હિન્દી ફિલ્મમાંથી આવ્યા છે.

સામાન્ય રીતે સાઉથની ફિલ્મોને હિન્દીમાં ખાસ કલેક્શન મળતું નથી. પુષ્પાના કિસ્સામાં તેને હિન્દી ઓડિયન્સે વધારે પસંદ કરી છે અને વર્લ્ડવાઈડ કલેક્શનમાં પણ હિન્દીનો મોટો ફાળો છે. પહેલા વીકમાં રૂ.૭૦૦ કરોડની કમાણી બાદ બીજા અઠવાડિયે રૂ.૨૭૩ કરોડ મેળવ્યા છે. આમ, બીજા વીકમાં પુષ્પાનો જાદુ ઓસરી રહ્યો હોય તેમ જણાય છે.

જો કે આ વીકેન્ડથી ક્રિસમસનો માહોલ જામવાનો છે. ક્રિસમસની રજાઓના કારણે પુષ્પાને રીપિટ ઓડિયન્સ મળે અને બાકી રહેલા પણ થીયેટર સુધી પહોંચે તો તેની ગુમાવેલી ચમક પરત આવી શકે છે.

રિલીઝના ચાર-છ અઠવાડિયા સુધી પુષ્પા ૨ બતાવવામાં થીયેટર સંચાલકોને નફો થતો રહેવાની શક્યતા છે. જેથી બોક્સ ઓફિસ પર બને તેટલી વધુ કમાણી કરી લીધા પછી આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૨૫માં ઓટીટી પર રિલીઝ થાય તેવી શક્યતા છે.

ડિરેક્ટર સુકુમારની આ ફિલ્મના ઓટીટી રાઈટ્‌સ નેટફ્લિક્સે ખરીદી લીધા છે. ત્યારે હવે આ ફિલ્મના ફૅન્સ ઓટીટી પર ધરાઇને ફિલ્મ જોવા આતુર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.