માસ્ટરશેફ ઇન્ડિયામાં તેજસ્વી પ્રકાશ, ગૌરવ ખન્નાની એન્ટ્રી થશે
મુંબઈ, માસ્ટર શેફ શો દેશના કૂકિંગમાં રસ ધરાવતા અને કૂકિંગની દુનિયામાં કૅરિઅર બનાવવા માગતા લોકો માટેનો એક રિયાલિટી શો છે. તેમાંથી ઘણા નાના શહેરના અને નાના પરિવારમાંથી આવતા લોકો માસ્ટરશેફ બન્યા છે. આ શોના જજ જાણીતા શેફ હોય છે, પરંતુ આ વખતે આ શોમાં ટીવીના જાણીતા ચહેરા જોવા મળશે તેવી ચર્ચા છે.
આ વખથે આ શોમાં એક નવો ટ્વીસ્ટ આવશે તેવી ચર્ચા છે, જેમાં ટીવી સિરીયલની જાણીતી અભિનેત્રી દિપિકા કક્કર, તેજસ્વી પ્રકાશ અને ગૌરવ ખન્ના પણ કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળશે.
તેમજ ફરાહ ખાન આ શોને હોસ્ટ કરશે તેવી ચર્ચા છે. કેટલાંક અહેવાલો અનુસાર આ શોના મેકર્સ દ્વારા કેટલાંક હોમકૂક્સ સાથે શરૂઆતના રાઉન્ડનું શૂટિંગ થઈ ચૂક્યું છે. આ વખતના શોની સ્પર્ધામાં નવીનતા લાવવા માટે તેમાં તેજસ્વી પ્રકાશ, ગૌરવ ખન્ના, દિપિકા કક્કર, રાજીવ અદાતિયા, ચંદન પ્રભાકર અને ઉશા નાડકરની જેવા કલાકારોને ફાઇનલ કરવામાં આવ્યા છે.
એવી ચર્ચા છે કે આ કલાકારો સાથે શોના પ્રમોશનના વીડિયો શૂટ કરવાની તૈયારી મુંબઈમાં ચાલી રહી છે. દિપિકાએ તાજેતરમાં એક વ્લોગ પણ શેર કર્યાે હતો, જેમાં તે મેકઅપ રૂમમાં બેઠી છે અને પોતાના આવનારા શો અંગે હિંટ આપી રહી હતી.
જોકે, તેણે શો અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. એવી ચર્ચા છે કે આ શોનું સંચાલન આ વખતે ફરાહ ખાન કરશે, પહેલી વખત એવું બનશે કે આ શોમાં કોઈ સંચાલક હશે. તો આ આ વખતની સ્પર્ધા થોડી વધુ ડ્રામેટિક અને રસપ્રદ બની શકે છે. શેફ વિકાસ ખન્ના અને રણબીર બ્રાર માસ્ટર શેફ શોના જાણીતા ચહેરા છે અને એ લોકો દેશના જાણીતા શેફ છે.
આ વખતની સીઝનમાં પણ આ બંને શેફ શોના જજ તરીકે જોવા મળશે. જોકે, આ સેલેબ્રિટીઝ એક્ટિંગને બાદ કરીને કૂકિંગમાં કેટલાં સારા છે, તે જોવાનું રસપ્રદ હશે.SS1MS