માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દોઃ હર્ષ સંઘવી
સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે સંસ્કૃતિનું જતન કરનાર આઠ અલગ અલગ પ્રતિભાઓને પુરસ્કાર એનાયત
(એજન્સી)સુરત, સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ‘યોદ્ધા પુરસ્કાર’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે સંસ્કૃતિનું જતન કરનારા આઠ અલગ અલગ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રતિભાવોની કાર્યશૈલીને બીદાવતાં જણાવ્યું હતું કે, આપણા સૌ પર સોશિયલ મીડિયાનો પ્રભાવ છે. જેમાંથી આપને સૌએ બહાર આવવું જોઈએ. સારા કાર્યોની રીલ બનાવી મૂકવી જોઈએ. કોઈ વસ્તુની લિમિટ હોવી જોઈએ. પરંતુ લિમિટ ક્રોસ કરો તો કુદરત થપાટ આપે છે. ત્યારબાદ આપણે ખ્યાલ આવે છે. યુદ્ધ પણ લડીએ અને જાગૃતિ પણ લાવવી જોઈએ.
સોશિયલ મીડિયા આજે સૌ લોકોમાં ઘર કરી ગયું છે. સોશિયલ મીડિયાના ગેરલાભ પણ છે અને લાભ પણ છે. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેલા ર્ંં જેવા માધ્યમો ના કારણે બાળકો સહિત સમાજના અનેક લોકોમાં વિકૃત્તતા ઘર કરી રહી છે. જે દુષણને દૂર કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા ‘સેવ કલ્ચર સેવ નેશન’ સંસ્થા દ્વારા સરકારના સહકારથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જે સંસ્થાના આ ભગીરથ કાર્યમાં હજારો યુવાઓ જોડાઈ રહ્યા છે. જે યુવાઓમાં સંસ્કૃતિનું જતન કરનારા પ્રતિભાઓને પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જ્યાં સમાજમાંથી વિકૃતતાના દૂષણને દૂર કરવા અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતા સુરતના આઠ જેટલા પ્રતિભાઓનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન સેવ કલ્ચર સેવ નેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં, સાંસદ મુકેશ દલાલ, આ પ્રભુ વસાવા, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, સુરત મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર સૌરભ પારઘી, પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જે કાર્યક્રમમાં સંસ્કૃતિનું જતન કરનારા અને દુષ્કર્મ પીડિતાને આશરો આપનાર સુરતના નામી મહિલા વકીલ પ્રતિભા દેસાઈ, શાળા ક્રાંતિના અગ્રદૂત કેશવભાઈ ગોટી,પરિવાર સંવર્ધક ગીતાબેન શ્રોફ, સંસ્કાર જાગરણ દાતા સાબર પ્રસાદ બુધિયા, સંસ્કૃતિ રક્ષિતા કોમલબેન સાવલિયા, યુવા જાગરણના પ્રહરી તરુણ મિશ્રા, ભારતીય ફેશન ડિઝાઇનીંગ આઈકોન સુધા કાકડીયા નાકરાણી,
મર્યાદા પાલનના પ્રેરક નંદકિશોર શર્મા ને પુરસ્કાર અને પ્રશંસા પત્ર એનાયત કરાયા હતા.આ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસા પત્ર એનાયત કરી તેઓની કામગીરીની પણ મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. એટલું નહીં પરંતુ તેઓની આ કામગીરી બદલ મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહ મંત્રીએ અભિનંદન પણ પાઠવ્યા હતા
ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમો ઉપસ્થિત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિ નું જતન કરનારા લોકોનું સન્માન એ ખૂબ મોટો પ્રસંગ છે.