ગરમ મસાલાની આડમાં ડ્રગ્સનો કારોબાર: ૪ શખ્સોની ધરપકડ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ એનસીબીએ આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ત્રણ નાઈજિરિયન નાગરિકો સહિત ૪ની ધરપકડ કરી છે. આ શખ્સો પાર્સલની હેરફેરની આડમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા. આ શખ્સો વિવિધ બ્રાન્ડના મસાલાના પેકેટોમાં ડ્રગ્સની હેરફેર કરતા હતા.
મળતા અહેવાલ પ્રમાણે એનસીબીને બાતમી મળી હતી કે કુરિયર દ્વારા આ શખ્સો બે કિલો ક્રેટાઈમાની ડ્રગ્સ અમેરીકા મોકલવામાં આવવાના છે. આ બાતમીના આધારે આ શખ્સોની ધરપકડ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંયુક્ત ઓપરેશન કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોની ધરપકડ કર્ણાટકના બેલ્લાહલ્લી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ક્રેટામાઈનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટા પાયે માંગ રહેતી હોય છે, તેનો ઉપયોગ ડેટ રેપ ડ્રગ તરીકે પણ થાય છે. ૮ તારીખના રોજ અદનાન ફર્નિચરવાલાની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તો બીજી તરફ તપાસમાં સામે આવ્યું કે આ અદનાન નાઈજીરીયન ગેંગના શખ્સો સાથે મળીને આંતરરાષ્ટ્રિય ડ્રગ્સનો વેપાર કરતો હતો. ૧૮ ડિસેમ્બરના રોજ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી ઈમેન્યુઅલ ઈફ, એકલેમે અહેમફુલા જોસેફ અને ઈમેન્યુએલ ઓસાજા સાથે ધરપકડ કરવામાં આવી હતી.