Western Times News

Gujarati News

મોટી બહેનના લગ્ન થતાં હતા, નાની બહેન રુપિયા અને ઘરેણાં લઈ પ્રેમી સાથે ભાગી ગઈ

હરિદ્વાર, ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના પથરી વિસ્તારમાં એક ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ગામની કિશોરી પોતાના ઘરેથી ઘરેણાં અને રૂપિયા લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ ઘટના ત્યારે થઈ, જ્યારે પરિવારમાં મોટી બહેનના લગ્ન હતા. ઘરના તમામ સભ્યો લગ્નની તૈયારીમાં હતા.

આ દરમ્યાન નાની બહેન કોઈને કહ્યા વિના ઘરેથી ગાયબ થઈ હતી. તો વળી લગ્ન ખતમ થયા બાદ પરિવારને જ્યારે પોતાની નાની દીકરી ઘરમાં જોવા મળી નહીં તો બધા ટેન્શનમાં આવી ગયા. તેમણે પહેલા પોતાની રીતે શોધખોળ કરી, પણ ક્યાંય કોઈ જાણકારી ન મળી, તો છોકરીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પિતાએ ગામના જ એક યુવક પર પોતાની દીકરી ભગાડવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે ફરિયાદના આધારે ગુમ થયેલી છોકરીના કેસમાં તપાસ શરૂ કરી. શરૂઆતી તપાસમાં પોલીસે ૩ લોકોની ધરપકડ કરી. જેની સાથે પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત પોલીસે છોકરીના મોબાઈલ ફોનની ડિટેલ કાઢવામાં લાગી ગઈ. જેની તેના ટચમાં રહેલા લોકો અને તેના હાલના લોકેશનની ખબર પડે. આ ઘટનાની આખા ગામમાં ચર્ચા છવાયેલી છે. છોકરીનો પરિવાર ખૂબ ચિંતામાં છે. પોલીસે પણ આ કેસને ગંભીરતાથી લેતા દરેક શક્ય પગલા ઉઠાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.

ગામમાં આ ઘટના બાદ તણાવનો માહોલ છે. અમુક લોકો આ મામલાને છોકરીના પ્રેમ સંબંધ સાથે જોડીને જોઈ રહ્યા છે. જ્યારે અમુક લોકો આ કેસમાં મા-બાપની લાપરવાહી માની રહ્યા છે. જો કે, પોલીસ હાલમાં તમામ અેંગલથી તપાસ કરી રહી છે તથા છોકરી અને તેની સાથે ભાગેલા યુવકને શોધવાના પ્રયાસો કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.