કેજરીવાલે જનતાનાં નાણાંમાંથી ૭-સ્ટાર રીસોર્ટ બનાવ્યોઃ BJP
(એજન્સી)નવીદિલ્હી, ભાજપે ફરી એકવાર દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલ પર શાબ્દીક હુમલો કર્યોે. દિલ્હીભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે કેજરીવાલે ‘શીશ મહેલ’ ને ટાર્ગેટ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેજરીવાલે જનતાના નાણાંમાંથી તેમના બંગલોને ૭-સ્ટાર રીસોર્ટ બનાવી દીધો હતો.
વીરેન્દ્ર સચદેવે મંગળવારે સોશીયલ મીડીયા દ્વારા કેજરીવાલ અગાઉના રહેઠાણને વીડીયો શેર કર્યો હતો.તેના કેપ્શનમાં લખ્યું હતું કે, “જનતાના પૈસા ખાઈને તેમણે ૭ સ્ટાર રીસોર્ટ બનાવ્યો.” ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દિલ્હીમાં કાનુન વ્યવસ્થાના મામલે ભાજપ અને આપ આમને-સામને છે.
વીરેન્દ્ર સચદેવાએ લખ્યું હતું કે, પોતાને આમ આદમી કહેનારા અરવરીંદ કેજરીવાલનો “શીશ મહેલ” તેમની અધ્યાશીનું સત્ય દર્શાવે છે. જનતાના નાણાંમાંથી તેમણે ૭-સ્ટાર રીસોર્ટનું નિર્માણ કર્યું છે. શાનદારજીમ, માર્બલ ગ્રેનાઈટ, લાઈટીગ સહીતની સુવિધામાં તેમણે કરોડોનો ખર્ચ કર્યો હતો.
Exclusive visuals of Kejriwal’s Sheesh Mahal pic.twitter.com/2qwcOAD1Hj
— Tajinder Bagga (@TajinderBagga) May 4, 2023
બાળકોના સોગધ ખાઈને સરકારી ઘર, ગાડી, સુરક્ષા નહી લેવાનું ખોટું વચન આપનારાઓ કેવી રીતે દિલ્હીના કરદાતાઓઅની કમાણી લુંટી રહયા છે. આટલી રકમમાં તો દિલ્હીના આમ આદમી ડીડીએના ૩૪ ઈડબલ્યુએસ ફલેટ કે ૧પ એલઆઈજી ફલેટ અથવા ૧પ૦ સીએનજી ઓટો કે ૩ર૬ ઈ-રીક્ષા ખરીરદી શકે.” વીરેન્દ્ર સચદેવ તેમના નિવેદનમાં કેજરીવાલ અને તેમની સરકાર પર ગંભીર આરોપ મુકયા હતા.
તેમણે જણાવ્યું હતુંકે, “મુખ્યમંત્રીએ જનતાના ટેક્ષના નાણાંનો દુરુપયોગ કરીને વ્યકિતગત સુવિધાઓ માટે ‘શીશ મહેલ’’ તૈયાર કરાવ્યો. દિલ્હી સરકાર શરાબ નીતી કૌભાંડ અને તેમાંથી મળેલા ગેરકાયદેસર નાણાંનો લાભ મેળવી રહી છે.” તેમણે દિલ્હી સરકાર જનતા સાથે વિશ્વાસઘાત કરતી હોવાનો આરોપ મુકયો હતો.