હેરીટેઝ ઉજવણીમાં વીજ ચોરી બદલ સંસ્થાને રૂ.૧પ હજારનો દંડ
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ૧૮ થી રપ નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરીટેઝ વીકની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સંસ્થાઓના એનજીઓએ ભાગ લીધો હતો આસ્ટોડિયા વિસ્તારની ઢાળની પોળમાં પણ બૃહતિ ફાઉન્ડેશન નામની સંસ્થાએ પોળ ફેસ્ટિવલની ઉજવણીનું આયોજન કર્યું હતું જેમાં સરકારી મશીનરીનો દુરઉપયોગ કરવા બદલ સંસ્થાને દંડ ફટકારવામાં આવ્યો છે.
ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં પોળ ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન પોળની અંદર ડેકોરેટિવ લાઈટિંગ કરવા માટે બૃહતિ નામની સંસ્થાએ કોર્પોરેશનની સ્ટ્રીટ લાઈટમાંથી બારોબાર પાવર કનેકશન લીધા હતાં.
સદર સંસ્થાએ કોર્પોરેશનની મંજુરી લીધા વગર ગેરકાયદેસર રીતે પોલ્સમાંથી જાડાણ લીધા હોવાના કારણે વારંવાર કેબલ ફોલ્ટ આવવા અને સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જવાની તકલીફ થઈ હતી.સ્થાનિક નાગરિક નિશિથ સિંગાપોરવાલાએ આ મુદ્દે મ્યુનિ. લાઈટ વિભાગમાં પુરાવા સાથે ફરિયાદ રજુ કરી હતી જે સંદર્ભે ઉચ્ચકક્ષાએ તપાસ કર્યાં બાદ સદર સંસ્થાને રૂ.૧પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.