Western Times News

Gujarati News

યુપીમાં એકાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર

પીલીભીત, યુપીના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ ઓપરેશન હાથ ધર્યું છે. ત્રણેય આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્યો હોવાનું કહેવાય છે.

પોલીસે તેમની પાસેથી એકે-૪૭ ગન સહિત અન્ય ઘણા હથિયારો જપ્ત કર્યા છે. તેમની ઓળખ ગુરવિંદર સિંહ, રવિ અને જસપ્રીત તરીકે થઈ છે. ત્રણેય પર થોડા સમય પહેલા પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાનો આરોપ હતો.વહેલી સવારે પીલીભીતથી આવેલા એન્કાઉન્ટરના આ સમાચારને યુપી અને પંજાબ પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર વિસ્તારમાં થયું હતું. પંજાબ પોલીસની એક ટીમ ત્રણેય આતંકીઓની શોધમાં યુપી આવી હતી. પંજાબ પોલીસ યુપી પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, પોલીસને ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

આના પર પોલીસે તેમને ઘેરી લીધા હતા. પોલીસે આતંકવાદીઓને ચેતવણી આપી અને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું પરંતુ તેઓ તેના માટે તૈયાર ન હતા. આ પછી યુપી અને પંજાબ પોલીસ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં ત્રણેય ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા.

યુપીના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે આ ઓપરેશનનું નેતૃત્વ પીલીભીતના એસપી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે યુપી પોલીસને પંજાબ પોલીસ પાસેથી ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે ઈનપુટ મળ્યા હતા. ત્રણેય પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલામાં સામેલ હતા. તેમણે કહ્યું કે બે રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન કરીને હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનની આ એક મોટી સફળતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.