એમેઝોનના જેફ બેઝોસ ૬૦ વર્ષે બીજા લગ્ન કરશે
કોલોરાડો, એમેઝોનના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ જેફ બેઝોસ ૬૦ વર્ષની ઉંમરે તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ (૫૫) સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ લગ્ન કોલોરાડોના એસ્પેનમાં ૨૮ ડિસેમ્બરે થશે. આ લગ્નનો ખર્ચ ૬૦ કરોડ ડોલર (આશરે રૂ. ૫,૦૦૦ કરોડ)ની આસપાસ થવાનો અંદાજ છે.
લગ્નના સ્થળ માટે કેવિન કોસ્ટનરની ૧૬૦ એકર જમીન પસંદ કરવામાં આવી છે. લગ્ન પહેલાની તમામ ઉજવણી પોશ સુશી રેસ્ટોરન્ટ માત્સુહિસામાં થશે. તેને ૨૬ અને ૨૭ ડિસેમ્બર માટે બુક કરવામાં આવી છે.બેઝોસ અને સાંચેઝના લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજરી આપવાના છે.
વર્ષ ૨૦૨૩માં તેમણે કરેલી સગાઈમાં બિલ ગેટ્સ, લિયોનાર્ડાે ડી કેરિપપ્રયો અને ક્રિસ જેનર જેવા મહેમાનો હાજર રહ્યા હતા. જ્યારે આ લોકો સગાઈમાં હાજર હતા તો પછી એવું કેવી રીતે થઈ શકે કે તેઓ લગ્નમાં હાજરી ન આપે.બેઝોસે સાંચેઝને પ્રપોઝ કરવા માટે જે રિંગ આપી હતી તેમાં હૃદયના આકારનો હીરો જડેલો હતો.
આ હીરો ૨૦ કેરેટનો હતો. બેઝોસ સાથેના સંબંધો શરૂ કરતા પહેલા, લારેને ૨૦૦૫માં હોલીવુડ એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ૧૩ વર્ષ સુધી ચાલ્યા અને વર્ષ ૨૦૧૯માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. પેટ્રિક સાથે તેણીને બે બાળકો છે.
પુત્રનું નામ ઇવાન અને એક બહેનનું નામ એલા છે. બેઝોસે વર્ષ ૨૦૧૯માં તેની પત્ની મેકેન્ઝી સ્કોટને છૂટાછેડા આપી દીધા હતા. બંનેએ વર્ષ ૧૯૯૪માં લગ્ન કર્યા હતા.SS1MS