મુખ્યમંત્રી મા કાર્ડ યોજનામાં ૧ લાખથી વધુ ક્લેઈમ પેટે ર૯૭.૩૧ કરોડ ચુકવાયા

ર૦૧રથી ર૦૧૯ સુધીમાં ૭૬૪૧૩ મા અમૃતમ અને ૩,ર૯, ર૦પ અમૃતમ વાત્સ્લયકાર્ડ ઈસ્યુ કરાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગરીબી રેખા હેઠળ જીવતા કુટુબોને તબીબી સારવાર પાછળ પોતાની આવકનો મોટોભાગ ખર્ચતા હોય છે. તેઓને ગંભીર બિમારીઓ જેવી કે હૃદય, મગજ, કિડનીને લગતી ઘનિષ્ઠ સારવાર, બર્ન્સ, કેન્સર ગંભીર ઈજાઓ તેમજનવજાત શીશુઓના રોગોની સારવાર માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ દ્વારા મફત તબીબી સારવાર મળી રહે તે માટે યોજના શરૂ કરી છે. જેમાં તા.૧-૧ર-૧ર થી ૩૧-૧૦-૧૯ સુધીમાં કુલ ૭૬૪૧૩ મુખ્યમંત્રી અમૃતમ મા કાર્ડ ઈસ્યુ કરાયા છે. જ્યારે ૩,ર૯,ર૦પ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ ઈસ્યુ કરેલ છે.
મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વી.એસ.હોસ્પીટલ, એલ.જી. હોસ્પીટલ, શારદાબેન જનરલ હોસ્પીટલ સહિત કુલ ૧૦ સરકારી હોસ્પીટલોમાં અને ૯૬ જેટલી ખાનગી હોસ્પીટલોમાં ૧-૪-૧૯ થી ૩૧-૧૦-૧૯ સુધીમાં ૧,૧૩,૦૭૮ ક્લેઈમ થયેલ છે જેના પેટે રૂ.ર૯૭.૩૧ કરોડ ચુકવેલ છે.
આમ, મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં ક્લેઈમ તેમજ ચુકવાયેલ રકમની વિગત આ પ્રમાણે છે. જેમાં વી.એસ., એલ.જી., શારદાબેન હોસ્પીટલ સહિત ૯ સરકારી હોસ્પીટલોમાં કુલ ૭ર૧પ૧ ક્લેઈમ થયા જેમાંથી ૯પ.પ૮ કરોડ ચુકવાયેલ છે.
જ્યારે ખાનગી હોસ્પીટલોમાં એપોલો, રાજસ્થાન, સંજીવની, સુપર સ્પેશા. નારાયણી હૃદયાલયા પ્રા.હોસ્પીટલો સહિત કુલ ૧૦૬ હોસ્પીટલોમાં ૪૦૯ર૭ ક્લેઈમ થયા. જેમાંથી ર૦૧.૭૩ કરોડની ચુકવણી કરવામાં આવેલ છે. આમ, કુલ ૧૧૩૦૭૮ ક્લીઈમ થયા જેની સામે ર૯૭.૩૧ કરોડની ચુકવણી થયેલ છે.
આમ, શહેરમાં ગરીબી રેખા હેઠળ જીવતા અને ઓછી આવક ધરાવતા કુટુંબોના લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. આ અંગે નક્કી થયેલ એજન્સીઓ દ્વારા શહેરના કુલ રર સેન્ટરો ઉપરથી નવા કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.