Western Times News

Gujarati News

IIM રાયપુરે કર્યું IFC 2024 નું આયોજન: જોડશે સમગ્ર વિશ્વમાં ફાઇનાન્સના વિશેષજ્ઞોને

  • કોન્ફરન્સ19મી – 21મી ડિસેમ્બર 2024 દરમિયાન આયોજિત કરવામાં આવશે.
  • મુખ્ય મહેમાન- શ્રી અક્ષય સાહની,ભૂતપૂર્વ. મેનેજિંગ ડિરેક્ટર, એપીએસી કેશ ઇક્વિટીઝ અને ઇસીએમ ટ્રેડિંગના હેડ અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના કો-હેડ, ગોલ્ડમેન સૅક્સ, હોંગકોંગ.
  • ઇવેન્ટમાં વિશ્વભરના ઉદ્યોગના નિષ્ણાતોની આગેવાની હેઠળ બે પૂર્ણ,પાંચ સમવર્તી અને ત્રણ આંતરદૃષ્ટિભર્યા સત્રો આયોજિત કરવામાં આવશે.

રાયપુર, #BuildingBusinessOwners માટે માન્યતા પ્રાપ્ત અગ્રણી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) રાયપુરને આઇઆઇએમ કલકત્તા, આઇઆઇએમ બેંગ્લોર અને આઇઆઇએમ અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ઇન્ડિયા ફાઇનાન્સ કોન્ફરન્સ (IFC) 2024 નું આયોજન કરવા બદલ ગર્વ થઇ રહ્યું છે. 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર, 2024 સુધી આયોજિત થયેલ આ કોંફ્રેન્સમાં જ્ઞાનપૂર્ણ ચર્ચાઓ અને જ્ઞાનની આપ-લેને પ્રોત્સાહન આપવા માટે નિષ્ણાતો અને નાણાંકીય વિશેષજ્ઞોને સાથે લાવવામાં આવ્યા છે. Bihar Business Connect 2024 Concludes With a Historic Milestone; MoUs Worth Rs 1.8 lakh cr Signed

કોન્ફરન્સના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ શ્રી અક્ષય સાહની, ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર, એપીએસી કેશ ઇક્વિટીઝ અને ઇસીએમ ટ્રેડિંગના હેડ અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના કો-હેડ, ગોલ્ડમેન સૅક્સ, હોંગકોંગ અને મુખ્ય વક્તા પ્રોફેસર યાકોવ અમિહુડ, ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસ ખાતે આંત્રપ્રિન્યોરિયલ ફાઇનાન્સની પ્રોફેસર ઇરા રેનર્ટએ હાજરી આપી હતી.

તમામ પ્રતિષ્ઠિત સહભાગીઓને આવકારતાં, આઇઆઇએમ રાયપુરના નિદેશક પ્રો. રામ કુમાર કાકાણીએ જણાવ્યું કે, “જેમ અમે ભવિષ્યના નાણાંકીય નિષ્ણાતોને પ્રેરણા આપવા માટે ચર્ચાઓ અને જ્ઞાન ફેલાવવા માટે પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીએ છીએ, વિશિષ્ટ અગ્રણીઓ અને સ્વપ્નદ્રષ્ટાઓની હાજરી આઇઆઇએમ રાયપુર માટે IFC 2024 નું મહત્વ દર્શાવે છે. ફાઇનાન્સની દુનિયા, વિવિધ પરિમાણોની શોધખોળ સાથે સતત વિકસિત થઈ રહી છે.

આજે, અમે ઉદ્યોગના ભવિષ્યને આકાર આપતા સમકાલીન વિષયો અને ઉભરતા વલણો બંને વિશે કરીએ છીએ.” આ વિષય પર વધુ માહિતી આપતા, તેમણે વધુમાં ઉમેર્યું, “1950 થી 2000 ના દાયકા દરમિયાન જે વિકાસ થયો છે તે ખુબ મોટા પ્રમાણમાં થયો છે, જેમાં અમે બ્લેક સ્કોલ્સ, CAPM અને હાલના રોકડપણાના પગલાં હતા. જ્યારે પરિમાણ તરીકે સમય, પરિમાણ તરીકે કદ, પરિમાણ તરીકે શાસન, પરિમાણ તરીકે કંપનીઓની માલિકી સાથે સંબંધિત બાબતોની વાત આવે છે, ત્યારે અમે માનીએ છીએ કે અમે ઘણી બધી રીતે યોગદાન આપી શકીએ છીએ, અને નવા સાધનો આવી શકે છે અને કોન્સપ્ચુઅલ ફાઇનાન્સમાં સુધારણા થઇ શકે છે.”

આ કોંફ્રેન્સને સંબોધતા, મુખ્ય મહેમાન સાહનીએ જણાવ્યું કે, “અમે અમારા તમામ શિક્ષકો અને પ્રોફેસરોના આભારી છીએ કારણ કે આપણે તેમની પાસેથી જે શીખીએ છીએ તે ફક્ત કલાસરૂમમાં જ નહીં પરંતુ હંમેશા, જીવનભર આપણી સાથે રહે છે. સૌથી વધુ નુકસાન લેવરેજ પોઝિશન પરથી જ થાય છે; તે જ વિનાશનું કારણ બને છે. જો તમે તેના માટે તૈયારી કરી શકો અને સંકેતો ઓળખી શકો, તો રોકાણ અને ફાઇનાન્સ દુનિયામાં તે હંમેશા શ્રેષ્ઠ રહે છે.

વેપાર અને મૂડી બજારો, ભલે તમે ગમે તેટલું વિશ્લેષણ કર્યું હોય, તે હંમેશા સંભાવનાઓની રમત હોય છે અને તમે ચોક્કસ પરિણામોનું અનુમાન લગાવી શકતા નથી.” તેમણે વિદ્યાર્થીઓને એવી સલાહ પણ આપી કે, “જે પોઝિશન માટે તમને ખાતરી ન હોય તેની સાથે આગળ વધવાનો કોઈ અર્થ નથી.  તમારું હોમવર્ક કરો અને જ્યારે તમને તક દેખાય, ત્યારે જ આગળ વધો.”

મુખ્ય ઇવેન્ટ પહેલા, આઇઆઇએમ રાયપુરે 18મી ડિસેમ્બર 2024ના રોજ પ્રી-કોન્ફરન્સ ટ્યુટોરિયલ્સનું પણ આયોજન કર્યું હતું. આ ટ્યુટોરિયલ્સ ફાઇનાન્સમાં પ્રાયોગિક સંશોધન: ધ વે ફોરવર્ડ, ઉચ્ચ-ફ્રીક્વન્સીવાળા ડેટાનું સંચાલન, રિયલ એસ્ટેટમાં સંશોધન સંબંધિત મુદ્દાઓ અનેફાઇનાન્સ એનાલિટિક્સની અસર પર કેસ સ્ટડી જેવા વિષયો પર કેન્દ્રિત હતા.

સંસ્થાઓના મહાનુભાવોની અધ્યક્ષતા હેઠળ પ્રત્યેકમાં વિવિધ કાર્યો કરવામાં આવશે. આ કોંફ્રેન્સની વિશેષતા, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથેના ત્રણ રસપ્રદ ઇન્ડસ્ટ્રી પેનલ સત્રો છે. પેનલ ચર્ચા 1  “ક્લાઇમેટ ફાઇનાન્સ” પર યોજાઇ હતી. 20મી-21મી ડિસેમ્બર 2024ના રોજ યોજાનાર સત્ર 2 અને 3 અનુક્રમે “ભારતીય નાણાકીય બજારો પર નિયમનકારી ફેરફારોની અસર” અને “ભારતીય બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં ફિનટેક, ડિજિટલ ફાઇનાન્સ અને AIની ભૂમિકા” વિશે હશે.

ત્રણ દિવસીય ઈવેન્ટમાં ઈન્ડિયન ફાઈનાન્સ એસોસિએશનની વાર્ષિક મીટિંગ, એક આકર્ષક ગાલા ડિનર અને એક આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે, જે ઉપસ્થિતોને જ્ઞાનપૂર્ણ જોડાણ અને યાદગાર મનોરંજનનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરશે.

આ કોન્ફરન્સનું આયોજન મોતીલાલ ઓસ્વાલના સહયોગથી કરવામાં આવી રહ્યું છે અને તેના ભાગીદારો છે NSE, BlackRock, Fractal, MCX, RelantoAI અને CareerTopper.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.