રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપનીની રચના થશે
અમદાવાદ: શહેરનાં યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પાે દ્વારા એક ખાસ કંપનીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકાર મ્યુનિ.કોર્પાેરેશનનાં ૫૦-૫૦ ટકાનાં સહયોગથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપનીના નામથી તેની રચના કરવામાં આવશે. જેનાં માટે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ.૧૦ કરોડની અલગથી ફાળવણી કરવામાં આવી છે તથા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં નવા સ્પોર્ટસ સંકુલ બનાવવાનાં આયોજન કરવામાં આવ્યાં છે.
મ્યુનિ.કમિશ્નર વિજય નહેરાએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના સંપૂર્ણ સહયોગથી પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડમાં વરદાન ટાવરની પાછળના ભાગમાં, ત્રિપદા સ્કુલ પાસે નવી ખુલનાર ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં-૨૯માં આવેલ એફ.પી.નંબર-૫૮૬, ૫૮૭, ૫૮૮, ૫૮૯ અને ૫૯૧માં નવું અદ્યતન આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ એકેડમી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષથી શહેરીજનોને આઉટડોર રમતો તથા ઈન્ડોર રમતોનો લાભ મળશે.
સદર પ્લોટોમાં નવું અદ્યતન ઈન્ટરનેશનલ સ્પોર્ટસ એકેડેમી બનાવવામાં આવે તો ગુજરાત રાજ્યમાં સ્પોર્ટસ લગતી વિવિધ પ્રવૃત્તિઓને પ્રમોટ કરી શકાય તથા ઓલિમ્પિક જેવી સ્પર્ધાનું આયોજન પણ ભવિષ્યમાં શક્ય બને, જેથી ગુજરાત રાજ્યમાં ટુરીઝમને પણ પ્રમોશન મળે જેનાથી શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતવીરને પ્રમોટ કરી શકાય.
સદર કામનો અંદાજીત ખર્ચ આશરે રૂ.૮૫ કરોડ થશે. અમદાવાદ પશ્ચિમ વિસ્તારના શહેરીજનો માટે વાસણ વોર્ડમાં રંગસાગર ફ્લેટની પાસે અદ્યતન સગવડો સાથેનો ગ્રાઉન્ડ ફ્લોર ૩૪૫.૦૦ ચો.મી., પાર્કીગ એરીયા ૧૧૫૩.૦૦ ચો.મી., પ્લોટ સાઈઝ ૩૯૯૬.૦૦ ચો.મી., હોલની કેપેસીટી ૧૫૦થી ૧૭૦ વ્યÂક્ત સાથેનો એ.સી.સાંસ્કૃતિક તથા રમતગમત કેન્દ્ર અંદાજે રૂ.૫.૧૭ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી ચાલુ છે.
ગોતા વોર્ડ ખાતે ટી.પી.૪૨, ફા.પ્લો.નં.૨૪૩, રૂ.૫૯.૦૦ કરોડના ખર્ચે ગોતા (સોલા) સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન કરાયું છે. જેનો કુલ પ્લોટ એરીયા ૬૪૧૮.૦૦ ચો.મી.નો છે. જેમાં ટેબલ ટેનીસ કોર્ટસ, જિમ્નેશિયમ અને કિડ્સ અને ટોડલર જિમ્નેશિયમ, હાઈ પર્ફાેમન્સ લેબ, મલ્ટી પર્પઝ સ્પોર્ટસ હોલ, એડમીન અપફીસ, ઈન્સ્ટ્રક્ટર રૂમ્સ, રજીસ્ટ્રેશન ઓફિસ, કોન્ફરન્સ રૂમ, મીટીંગ રૂમ, કેન્ટીન, રીફ્રેશમેન્ટ એરિયા તથા પાર્કીગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ વોર્ડ ખાતે ટી.પી.૧૧૪, ફા.પ્લોય.નં.૧૫૫, રૂ.૫૯ કરોડના ખર્ચે વ†ાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યો છે.
જેનો કુલ પ્લોટ એરીયા ૪૯,૯૩૪ ચો.મી.નો છે. જેમાં ૨૫ મી ૨૦મી, એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, ૪-ટેનીસ કોર્ટ, બેડમીન્ટન કોર્ટસ, બાસ્કેટ બોલ કોર્ટસ, ૦૫-ટેબલ ટેનીસ કોર્ટસ, ન્યુટ્રિશ સેન્ટર, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, એડમીન ઓફિસ, ઈન્સ્ટ્રક્ટર રૂમ્સ, રજીસ્ટ્રેશન ઓફિસ, કોન્ફરન્સ રૂમ, મીટીંગ રૂમ, કેન્ટીન, રીફ્રેશમેન્ટ એરિયા તથા પાર્કીગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૦-૨૧માં મીની સ્પોર્ટ કોમ્પ્લેક્ષની સુવિધા નથી તેવા વોર્ડમાં જમીન ઉપલબ્ધ દરેક વોર્ડમાં મીની સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ઓફિસ બિલ્ડિંગ માટે રૂ.૧૦૫.૪૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે એન.આઈ.ડી.ની પાછળ તથા પૂર્વ કાંઠે શાહપુરની પાછળ મલ્ટીપલ એક્ટીવીટીઝ માટે ખુલ્લી જગ્યા, ક્રિકેટ પીચ, ટેનીસ કોર્ટ, મલ્ટીપલ સ્પોર્ટસ કોર્ટ, સ્કેટીંગ રીંગ અને સ્કેટ બોર્ડ, જાગીંગ ટ્રેક, કોર્ટની આસપાસના આંતરિક વોક-વે અને ફેન્સીંગ, ખુલ્લા ઇવેન્ટ એરીયાની આસપાસ આંતરીક વોક-વે, રોડ અને પા‹કગ એરીયા, એડમીન બિલ્ડીંગ, સાઈટ ડેવલપમેન્ટ, જીમ્નેશીયમ ઈÂક્વપમેન્ટ સાથે અંદાજીત રૂ.૨૭ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.