મુથૂટ ફિનકોર્પે રૂ. 300 કરોડ એકત્રિત કરવાના ઉદ્દેશ સાથે એનસીડીની NCD Tranche III seriesની જાહેરાત કરી
ત્રિવેન્દ્રમ, 137 વર્ષ જૂના મુથૂટ પપ્પાચન ગ્રુપ (Muthoot Blue)ની ફ્લેગશિપ કંપની મુથૂટ ફિનકોર્પ લિમિટેડે (“MFL” or “Company”) પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ અને રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ની NCD Tranche III seriesની જાહેરાત કરી છે જે 23 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે.
આ ઓફરિંગનો હેતુ કંપનીના હાલના દેવા પર વ્યાજ અને મૂડી બંનેની પુનઃચૂકવણી, ફાઇનાન્સિંગ અને ઓનવર્ડ લેન્ડિંગ આપવાનો તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેનો છે. મુથૂટ ફિનકોર્પનો ઉદ્દેશ રૂ. 300 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાનો છે જે રૂ. 2,000 કરોડની શેલ્ફ લિમિટમાં છે. NCD Tranche III seriesનું મૂલ્ય રૂ. 100 કરોડનું (“Base Issue Size”) છે જેમાં રૂ. 200 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે તે રૂ. 300 કરોડ સુધીનું છે (“Tranche III Issue Limit”) (“Tranche III Issue”). Muthoot FinCorp announces NCD Tranche III series of NCDs, with an aim to raise Rs. 300 crore.
NCD Tranche III Issue હેઠળના એનસીડી 24, 36, 60, 72 અને 92 મહિનાની મેચ્યોરિટી/સમયગાળાના વિકલ્પ અને I, II, III, IV, V, VI, VII, VIII, IX, X, XI, XII and XIII જેવા વિવિધ વિકલ્પોમાં વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ પેમેન્ટ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે જે પૈકી ગ્રાહકો તેમને ગમે તેની પસંદગી કરી શકે છે. રોકાણકારોની તમામ કેટેગરીમાં એનસીડી હોલ્ડર્સ માટે અસરકારક ઉપજ (વાર્ષિક) 9.00 ટકાથી 10.10 ટકા છે.
NCD Tranche III 23 ડિસેમ્બર, 2024થી 6 જાન્યુઆરી, 2025 સુધી ખૂલશે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા કંપનીની સ્ટોક અલોટમેન્ટ કમિટની મંજૂરી પર અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગ) નિયમનો, 2021, સુધારેલા (સેબી એનસીએસ નિયમનો) ના નિયમન 33એ હેઠળ લાગુ પડતા નિયમનો મુજબ વહેલા બંધ થવાને આધીન રહેશે.
ઇન્ટરમીડિયરીઝ (જેમ કે સિન્ડેકેટ મેમ્બર્સ, રજિસ્ટર્ડ સ્ટોકબ્રોકર્સ, ઇશ્યૂના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ અને ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સ) દ્વારા અરજી કરી રહેલા વ્યક્તિગત રોકાણકારો, જેમાં અરજીની રકમ રૂ. 5 લાખ સુધીની છે, તેમણે ફંડ બ્લોક કરાવવાના હેતુ માટે માત્ર યુપીઆઈનો ઉપયોગ કરવાનો રહેશે અને ઇન્ટરમીડિયરીઝમાં સબમિટ કરેલા બિડ-કમ-એપ્લિકેશન ફોર્મમાં યુપીઆઈ આઈડી સાથે લિંક કરેલા તેમના બેંક ખાતાની વિગતો આપવાની રહેશે.
જોકે, વ્યક્તિગત રોકાણકારોને પબ્લિક ઇશ્યૂમાં અરજી કરવા માટે અન્ય પદ્ધતિઓ (જેમ કે એસસીએસબી અને સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ દ્વારા)ની પસંદગી યથાવત રહેશે. Muthoot FinCorp ONE app સાથે ગ્રાહકો તેમના ઘરે આરામથી ગમે ત્યારે, ગમે ત્યાંથી એનસીડીમાં રોકાણ કરી શકશે. ઉપરાંત અમારી 3,600થી વધુ બ્રાન્ચના વિશાળ નેટવર્ક દ્વારા પણ રોકાણ કરી શકાશે. વૈકલ્પિક રીતે ગ્રાહકો યુપીઆઈ આધારિત ઇન્વેસ્ટિંગ મિકેનિઝમનો ઉપયોગ કરી શકે છે જે અમારા એનસીડી મોડ્યુલમાં ઉપલબ્ધ છે.
આ એનસીડીને ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ દ્વારા CRISIL AA-/Stable (“ક્રિસિલ ડબલ એ માઇનસ વીથ અ સ્ટેબલ આઉટલૂક” તરીકે ઉચ્ચારાશે) રેટિંગ આપવામાં આવ્યું છે, જે નાણાંકીય જવાબદારીઓની સમયસર સર્વિસીંગ માટે ઉચ્ચ સ્તરની સલામતી દર્શાવે છે. એમ પણ સૂચવાયું છે કે આ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ બીએસઈના ડેટ માર્કેટ સેગમેન્ટમાં લિસ્ટ થશે.
અમે એનસીડીના NCD Tranch III ને લોન્ચ કરતાં ખુશી અનુભવીએ છીએ. વિવિધ સમયમર્યાદાના વિકલ્પો, વ્યાજની ચૂકવણીના વિકલ્પો અને 10.10 ટકા સુધીના કૂપન રેટ સાથે, લોકો સેબી એનસીએસ નિયમનો મુજબ આ સુરક્ષિત એનસીડીમાં યુપીઆઈ મિકેનિઝમ દ્વારા રોકાણ કરી શકે છે જ્યાં અરજીની રકમ રૂ. 5 લાખ સુધીની છે જે મુથૂટ ફિનકોર્પ વન એપ દ્વારા અથવા મુથૂટ ફિનકોર્પની દેશભરમાં 3,600થી વધુ શાખાઓ કરી શકાય છે, એમ મુથૂટ ફિનકોર્પ લિમિટેડના સીઈઓ શાજી વર્ગીસે જણાવ્યું હતું.