અમદાવાદ બારશાખ રાજપૂત ક્ષાતિપંચનો મિલન સભારંભ યોજાયો
Ahmedabad, સિંધુભવન રોડ ખાતે આવેલ ઔડા ગાર્ડન ખાતે અમદાવાદ બારશાખ રાજપૂત સમાજ ના સ્નેહ મિલન સંભારભમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ વિવિધ કલા ક્ષેત્રે વિજેતાને સન્માનિત તેમજ સ્ટેટ ક્ષેત્રે સ્પોર્ટ્સમા વિજેતાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ સમાજની મહિલાવીંગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા બાળકો દ્વારા ડાન્સ તલવાર બાજી તેમજ મહિલાઓ દ્વારા મહિલાઓ વિકાસ માટેના મેસેજ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમા યુવા કાર્યકર્તાઓ સમાજના આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.