Western Times News

Gujarati News

ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન : પ્રફુલભાઈ પાનશેરીયા

શાળામાં ભણતા ધો. ૦૫ અને ધો.૦૮માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કેઆદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસીનાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છેપરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચૂસ્ત પણે પાલન થઈ રહ્યો છે.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કેધોરણ ૫ અને ધોરણ ૮ માં કોઇ વિદ્યાર્થી બે વિષયમાં ૩૫% ક૨તા ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારીના કારણે  શૈક્ષણિક વર્ષ-૨૦૧૯-૨૦વર્ષ- ૨૦૨૦-૨૧ અને વર્ષ – ૨૦૨૧-૨૨ માં  ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.

પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ – ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓમાં  ધો૨ણ-૫ અને ધો૨ણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં અસફળ થશે તો તેમણે નાપાસ જાહેર કરવામાં આવશે તેમ મંત્રી શ્રી એ જણાવ્યું હતું.

વધુમાં મંત્રી શ્રી એ ઉમેર્યું કેધો. ૦૫ અને ધો.૦૮ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશેસાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશેપરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે.

વધુમાં મંત્રી શ્રી એ ઉમેર્યું કેરાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અન્વયે આ નિર્ણયના અમલીકરણથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાની તક મળશેજેથી વિદ્યાર્થીઓનો ભવિષ્ય ઊજળું બનશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.